મેરાન્યૂઝ નેટવર્ક, અમરેલી: હાલ દિપાવલીના તહેવારો ચાલી રહ્યા છે. જેમાં કાળી ચૌદશની સાંજે કકળાટ કાઢવાની વર્ષોજૂની પરંપરા છે. આ પરંપરા અનુસાર ઘરની ગૃહિણીઓ કાળી ચૌદશની સાંજે ચાર ચોક વચ્ચે વડા સ્વરૂપે કકળાટ કાઢે છે. ત્યારે અનોખો વિરોધ કરવા માટે જાણીતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે રાજકમલ ચોકમાં બેસી ગયા હતા અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કકળાટ કાઢ્યો હતો. જો કે આ વિધિમાં તેમણે વડાની જગ્યાએ ભાજપનું પ્રતીક ગણાતા 'કમળ'નો કકળાટ કાઢ્યો હતો.