મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કાળા નાણા મામલે મોટા ખુલાસા કરનાર પનામા પેપર્સ દ્વારા હવે ફરી એક વખત નવા દસ્તાવેજોની તપાસ કરી કેટલાક ભારતીય ઉદ્યોગપતિ સહિતની હસ્તીઓના નામ જાહેર કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પનામા પેપર્સમાં પીવીઆર સિનેમાના માલિક અને એરટેલના પ્રમુખ સુનિલ મિત્તલના પુત્ર કેવિન મિત્તલનું નામ છે. પનામા પેપર્સના જણાવ્યા અનુસાર પીવીઆર સિનેમાના માલિક બિજલી પરિવારનું નામ પણ ટેક્સ હેવનમાં રોકાણ કરવામાં સામેલ છે. 2016માં પણ પનામા પેપર્સ બિજલી પરિવારની બે ઓફશોર કંપનીઓના નામ બહાર આવ્યા હતાં. આ સાથે એરટેલના માલિક સુનિલ ભારતી મિત્તલના પુત્ર કેવિન ભારતી મિત્તલની કંપની પણ સામેલ હતી. કેવિન મિત્તલ હાઇક મેસેન્જરના માલિક છે.

અહેવાલ અનુસાર ઇન્ટરનેશનલ કંસોર્શિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ દ્વારા 12 લાખથી વધુ નવા દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા ભારતથી સંબંધિત 12 હજાર નવા દસ્તાવેજ મળ્યા છે. ટેક્સ હેવન દેશોની કંપનીઓ સાથે જોડાયેલ ભારતીયોના નામ આ પ્રમાણે છે.

શિવ વિક્રમ ખેમકા - સન ગૃપના પ્રમુખ નંદલાલ ખેમકાનો પુત્ર

અભિતાભ બચ્ચન – બોલીવુડ અભિનેતા

જહાંગીર સોરાબજી – ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનો પુત્ર

કે.પી. સિંહ – ડીએલએફ ગૃપના પ્રમુખ

અનુરાગ કેજરીવાલ – લોકસત્તા પક્ષના ભૂતપૂર્વ નેતા

નવીન મેહરા – મેહરાસન્સ જ્વેલર્સનો પુત્ર

હાજરા ઇકબાલ મેમન – અંડર વર્લ્ડ ઇકબાલ મિર્ચીની પત્ની

એશિય પેઇન્ટ્સના માલિક અશ્ચિન દાણીનો પુત્ર જલજ દાણી  

નવા દસ્તાવેજો અનુસાર બ્રિટિશ વર્જીન આઇલેન્ડ સ્થિત કંપની માર્ડી ગ્રેસ હોલ્ડિંગ્સના માલિક લોકેશ શર્માએ વર્ષ 2016માં પનામા પેપર્સ લીક બાદ કંપનીમાં પોતાની ભાગીદારી 30 ટકા વધારી દીધી છે.