મેરાન્યૂઝ નેટવર્ક, શ્રીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચારમાં રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારતે પરમાણુ બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી રાખ્યો ત્યારે હવે આ મુદ્દે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિએ કહ્યું છે કે પાકિસ્તાને પણ પરમાણુ બોમ્બ ઇદમાં ફોડવા માટે નથી રાખ્યો.

જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ વડાપ્રધાન મોદીના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે જો ભારતે પરમાણુ બોમ્બ દિવાળી ઉજવવા નથી રાખ્યો તો જાહેર છે કે પાકિસ્તાને પણ તેને ઇદ માટે નથી મુકી રાખ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના બાડમેરમાં ચૂંટણી સભા સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ પડોશી દેશ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે અમે પરમાણુ બોમ્બને દિવાળી માટે નથી રાખ્યો. ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિને છોડી દીધી છે. પાકિસ્તાન કહે છે કે તેમની પાસે ન્યૂક્લિયર બટન છે. તો ભાઇ ભારત પાસે શું છે? આપણે ઘરમાં ઘુસીને આતંકવાદીઓને માર્યા.

મોદીના નિવેદન પર વળતો પ્રહાર કરતા મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે જો ભારતે દિવાળી ઉજવવા માટે પરમાણુ બોમ્બ નથી રાખ્યો તો જાહેર છે કે પાકિસ્તાને પણ ઇદ ઉજવવા માટે તેને નથી રાખ્યો. મને એ નથી સમજાતુ કે આખરે વડાપ્રધાન મોદી આટલા નીચા સ્તર પર જઇને નિવેદનબાજી શા માટે કરી રહ્યા છે. મોદીએ રાજકીય ચર્ચાના સ્તરને ઘણુ નીચલી કક્ષાએ લાવી દેવાનું કામ કાર્યું છે.