મેરાન્યૂઝ નેટવર્ક.ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વનો ભારત સાથે રસપ્રદ સંબંધ છે. શાસક પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ)એ કહ્યું કે અલ્વીના પિતા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરુના દંત ચિકિત્સક હતા. અલ્વી (69) પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાનના નજીકન સહયોગી છે અને પીટીઆઈના સંસ્થાપક સદસ્યો પૈકી એક છે. જેમણે મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા હતા.

અલ્વીએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઉમેદવાર એતજાજ અહસન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના ઉમેદવાર મૌલાના ફજલ ઉર રહેમાનને ત્રિકોણીય મુકાબલામાં હારનો સ્વાદ ચખાડ્યો અને દેશના 13મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. નહેરુના ડેન્ટીસ્ટના પુત્ર હોવાની સાથે સાથે અલ્વીનો ભારત સાથે બીજા પણ સંબંધ છે. તે એક તરફ એવા રાષ્ટ્રપતિ છે જેમનો પરિવાર વિભાજન બાદ ભારતથી પાકિસ્તાન ગયો હતો. તેમના પૂર્વવર્તી મમનૂન હુસૈનનો પરિવાર આગરાથી અહીં આવ્યો હતો જ્યારે પરવેજ મુશર્રફના માતા-પિતા નવી દિલ્હીથી અહીં આવ્યા હતા.

સત્તાધારી પીટીઆઈની વેબસાઈટ પર નવા રાષ્ટ્રપતિની લઘુ જીવની છે જેમાં કહેવાયું છે કે, અલ્વીના પિતા ડોક્ટર હબીબ ઉર રહેમાન ઈલાહી અલ્વી વિભાજપ પહેલા સુધી નહેરુના ડેન્ટીસ્ટ હતા. વેબસાઈટ મુજબ ડોક્ટર ઈલાહી અલ્વી જવાહરલાલ નહેરુના ડેન્ટીસ્ટ હતા અને પરિવાર પાસે ડોક્ટર અલ્વીને લખેલા નહેરુના પત્ર પણ છે. આરિફ ઉર રહેમાન અલ્વીનો જન્મ કરાચીમાં વર્ષ 1949માં થયો હતો જ્યાં તેમા પિતા વિભાજન પછીથી વસ્યા હતા.