મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ માર્ગ ઉપર અકસ્માત ના બનાવો બનતા હોય છે. પરંતુ દરિયામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે પોરબંદર નજીકના ભાવપરાના દરિયામાં બોટ અને પીલાણા (નાની બોટ) વચ્ચે અકસ્માત સર્જયો હતો. જેમાં નાની બોટના ચાર મારછીમારો દરિયામાં ખાબકયા હતા. તેમાં એક મારછીમારનું ડુબી જવાથી મોત થતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. 

પોરબંદરની ઘનસાગર નામની નાની બોટ પોરબંદરથી સોમવારના સવારના સમયે પોરબંદરના કલ્પેશ જગદીશની માલીકી ધનસાગર નામની નાની બોટ મારછીમારી કરવા માટે નીકળી હતી. આ બોટ રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ ભાવપરા ગામ નજીકના દરિયામાં મારછીમારી કરી રહી હતી.

તે દરમ્યાન મોટી બોટે આ નાની બોટ ને હડફેટ લેતા પીલાણુ પલ્ટી ગયું હતુ અને તેમાં રહેલા બોટ માલીક કલ્પેશ જગદીશ, હીતેશ ભીખુ,હીરલાલ પેઢુ અને દીનેશ કરશન સોનેરી નામના ચાર મારછીમારો દરિયામાં ખાબકયા હતા. જીવ બચાવા મારછીમારો કસુધી લોઢ જેવા ઉછળતા મોજા સામે કલાકો સુધી મોત સામે  ઝઝૂમ્યા હતા.

અંતે ત્રણ મારછીમારો જીવ બચાવામાં સફળ રહ્યા હતા જ્યારે દીનેશ કરશન સોનેરી (ઉ.વ ૪ર) નામના મરછીમારનું દરિયામાં  ડુબી જવાથી મોત થયું હતું. આ મારછીમારના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે લાવામાં આવ્યો હતો. મારછીમારના મોતને પગલે મારછીમાર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. દરિયામાં અકસ્માત સર્જી અને મોટી બોટ નાશી છુટી હતી. નાના મારછીમારો નાની બોટની મદદથી દરિયાકાંઠાળા વિસ્તારમાં મારછમારી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. કિનારા વિસ્તારમાં મારછીમારી કરતી નાની બોટોને મોટી બોટ હડફેટ લેવાના બનાવો આવાર નવાર બને છે. દરિયામાં ર્સજાયેલા અકસ્માતમાં મારછીમારના મોતને લઈ અને મારછીમાર સમાજે મૃતક મારછીમારના પરિવારને સહાય આપવાની માંગ કરી છે.