મેરાન્યૂઝ નેટવર્ક.મેરઠઃ ઉત્તર પ્રદેશના સૌથી કુખ્યાત ગેંગસ્ટર્સમાંથી એક મુન્ના બજરંગીની હત્યા બાદ વહીવટી સ્ટાફમાં હલચલ મચી ગઈ છે. સોમવારે કોર્ટમાં હાજરીથી પહેલા ફિલ્મી રીતે બાગપત જેલમાં ગોળી મારીને મુન્ના બજરંગીની હત્યા થઈ ગઈ છે. ગત ચાર દસ્કાથી ઉત્તર પ્રદેશમાં ગુનાહીત જગતમાં મુન્ના બજરંગીના નામની ચર્ચા હતી. એટલું જ નહીં પૂર્વાંચલના આ ચર્ચિત ડોનએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો પરંતુ તેમાં તે સફળ થયો નહીં.

મૂળ રીતે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના નિવાસી મુન્ના બજરંગીનું અસલી નામ પ્રેમ પ્રકાશ સિંહ છે. 1967માં જિલ્લાના પૂરેદયાલ ગામમાં જન્મેલા મુન્નાએ પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આ દરમિયાન ધીરે ધીરે તે ગુનાહીત દુનિયાની તરફ વળતો ગયો. તે 17 વર્ષનો હતો ત્યારે તેના આ ગુનાઓની પોલીસ દફ્તરમાં ફરિયાદો થતી થઈ ગઈ. 17 વર્ષની ઉમરે જ તેણે જૌનપુર સુરેહી પોલીસ મથકમાં પોલીસ સાથે મારપીડ અને ગેરકાયદે હથિયાર રાખવાનો કેસ દાખલ થયો હતો. 80ના દશકમાં મુન્નાને જૌનપુરના એક સ્થાનિક માફિયા ગજરાત સિંહનું સંરક્ષણ મળ્યું હતું. 1984માં મુન્નાએ લૂટ માટે એક ઉદ્યોગસાહસિકની હત્યા કરી હતી. ગજરાજના ઈશારા પર જૌનપુરમાં ભાજપના નેતા રામચંદ્ર સિંહની હત્યામાં પણ મુન્નાનું જ નામ સામે આવ્યું હતું. જે પછી હત્યાઓનો તો જાણે સિલસિલો ચાલું થઈ ગયો હતો.

90ના દશકમાં મુન્નાએ પૂર્વાંચલના બાહુબલી માફિયા અને રાજનેતા મુખ્તાર અંસારીનો હાથ પકડ્યો હતો. 1996માં સમાજવાદી પાર્ટીમાંથી ટિકિટ લઈ મુખ્યાર મઉ વિધાનસભા લડ્યો હતો અને જીત્યો હતો. જે પછી સરકારી બાબતોમાં તેની દખલ વધતી ગઈ.

પૂર્વાંચલમાં આ દરમિયાન ભાજપ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની ચકચારી હત્યા થઈ. કહેવાય છે કે આ હત્યમાં મુન્ના અને તેના સાથિઓએ કૃષ્ણાનંદ રાયને ગોળીઓથી મોતને ઘાટ ઉતાર્યા હતા. જકે યુપી પોલીસ, એસટીએફ અને સીબીઆઈ આ કેસમાં મુન્નાનો ક્લૂ શોધી રહી હતી. તેના પર તે વખતે 7 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર થયું હતું. પોલીસથી બચવા સતત ઠેકાણા બદલતો રહેતો હતો.

મુન્નાએ આ દરમિયાન યુપી અને બિહારમાં ટકવું મુશકેલ લાગ્યું અને તેણે પોતાના સુરક્ષિત ઠેકાણાની શોધખોળ કરતાં આખરે તે મુંબઈ આવી ગયો હતો. જ્યાં તે લાંબો સમય રહ્યો. મુંબઈમાં રહેતા તે અંડરવર્લ્ડના પણ સંપર્કમાં આવ્યો અને ધીરે ધીરે મુંબઈથી જ પોતાની ગેંગ ઓપરેટ કરવા લાગ્યો.

મુન્ના વિરુદ્ધ ઉત્તરપ્રદેશમાં વધુ કેસ હતા. 2009એ દિલ્હી પોલીસે મુન્નાને મુંબઈના મલાડથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ ચર્ચાઓ ચાલી હતી કે મુન્નાને એન્કાઉન્ટરની બીક હોવાને કારણે તેણે સામે ચાલીને પોતાની ધરપકડ કરાવી હતી.

દિલ્હી પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ રાજવીર સિંહની હત્યા કેસમાં પોલીસને મુન્ના બજરંગીનો હાથ હોવાની શંકા હતી. તે પછી તેને અલગ અલગ જેલમાં રાખવામાં આવતો હતો. મુન્ના બજરંગીએ એક વાર દાવો કર્યો હતો કે પોતાના 20 વર્ષના ગુનાહીત જીવનમાં તેણે 40 વારદાતોને અંજામ આપ્યો છે. રવિવારે રાત્રે મુન્નાને એક કોર્ટ હાજરીમાં યુપીની ઝાંસી જેલથી બાગપત જેલ શિફ્ટ કરવાનો હતો. અહીં તેની ફિલ્મી સ્ટાઈલથી હત્યા કરી દેવામાં આવી છે.

આ અહેવાલ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો