મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સીબીએસઈએ 12મા ધોરણના ઈંગ્લીશના પેપરમાં મોટો બદલાવ કર્યો છે. આગામી વર્ષે યોજાનારી આ પરીક્ષાં સીબીઆઈએ ઈંગ્લીશ કોર વિષયના પ્રશ્નપત્રના પેટર્નાં કેટલાક બદલાવ કરાયા છે. રિપોર્ટ અનુસાર નવા પેપરમાં પહેલા ત્રણ પેસેજની જગ્યાએ સેક્શન એ (રીડિંગ)માં ફક્ત બે પેસેજ હશે. હવે વિદ્યાર્થીઓને 5 એમસીક્યૂ, પેસેજ 1થી 9 વધુ શોર્ટ આન્સર ટાઈપ પ્રશ્ન, 3 શોર્ટ ટાઈપ પ્રશ્ન અને પેસેજ 2થી બે મોટા જવાબ ટાઈપ પ્રશ્ન હલ કરવાના હશે. સેક્શન Aમાં, પ્રશ્નોની કુલ સંખ્યા 24થી 19 થઈ ગઈ છે. ત્યાં પેપરમાં પ્રશ્નોની સંખ્યા કુલ મળીને 40થી 35 થઈ ગઈ છે. ઈંગ્લીશના પ્રશ્નપત્ર પેટર્નમાં બદલાવની જાણકારી સેમ્પલ પેપર પણ ઉપલબ્ધ કરાઈ છે.

આ બદલાવ બોર્ડએ વિભિન્ન હિતધારકોથી મળતા ફીડબેકના આધાર પર કરી છે. ઉલ્લેખનીય છે કે ફિડબેક અને પાઠ્યક્રમ તજજ્ઞોની બેઠક બાદ વિચાર-ચર્ચા કરીને અંગ્રેજી (કોર) પરીક્ષા પેટર્નમાં કેટલાક બદલાવ કરવામાં કરાયા છે. ત્યાં છાત્ર વધુ જાણકારી માટે સીબીએસઈની ઓફિશ્યલ વેબસાઈટ cbse.nic.in પર જઈ શકે છે.