મેરાન્યૂઝ, મિનેસોટા: અમેરિકાના મિનેસોટામાં ગત 17મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ સ્ટેનસન બુલવર્ડ ઉત્તરપૂર્વ અને રીજવે પાર્કવેની વચ્ચે થયેલા શંકાસ્પદ વાહન અકસ્માતમાં 20 વર્ષિય રિયા પટેલ નામની મૂળ ગુજરાતી યુવતીનું મોત થયું છે.

સ્થાનિક પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે કાર રોડ પર આવેલ સ્ટોપ લાઇટના થાંભલા સાથે અથડાયેલી હતી અને રિયાનો મૃતદેહ કારમાં ફસાયેલો પડ્યો હતો. નજરેજોનરાઓએ પોલીસને જણાવ્યુ હતું કે કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે આ કાર ચાલક કોણ હતો અને રિયાનું અકસ્માત જ મોત થયુ છે કે તેની હત્યા કરવામાં આવી છે તે મામલે તપાસ શરુ કરાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રિયા પટેલના પિતાનું નામ ભરત પટેલ અને માતાનું નામ દેવયાની પટેલ છે. ભરત પટેલ અમેરિકામાં સ્થાયી થયેલા છે. ભરત પટેલ પોતાનો બિઝનેશ ધરાવે છે. જ્યારે દેવયાની પટેલ ગુજરાતના આણંદના અજાપુરા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને લગ્ન બાદ તેઓ પણ ત્યા સ્થાયી થયા હતાં. રિયાને ભાવિશા પટેલ નામની એક બહેન હોવાનું પણ પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યુ છે.  

અમારા ફેસબુક પેજને લાઇક કરવા તથા ટ્વિટર પર ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો

ફેસબુક પેજ: https://www.facebook.com/Meranewsonline/  

ટ્વિટર: https://twitter.com/meranewsonline