મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી : વિદેશ નીતિઓમાં આજે એક જુદી જ છબી સાથે સુષ્મા સ્વરાજે પોતાની મુત્સદ્દીગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું. જ્યાં અમેરિકાએ જેરુસલામને ઇઝરાયલની રાજધાની ગણાવી અને તેના આ નિર્ણય વિરુદ્ધમાં યુનાઈટેડ નેશન્સે અમેરિકાના આ નિર્ણય વિરુધ મતદાન કરાવ્યું હતું. જે માટે યુનાઈટેડ નેશન્સે ટ્રમ્પનાં આ નિર્ણયને ફગાવતો ખરડો પસાર કર્યો હતો.

જ્યારે ઓલ ઇન્ડીયા ડેમોક્રેટિક ફ્રન્ટનાં પ્રમુખ બદરુદ્દીન અજમલ સાહિબે સુષ્મા સ્વરાજને જેરુસલમ મુદ્દે વોટ અમેરિકા વિરુદ્ધ વોટ કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા. તેની સામે સુષ્મા સ્વરાજે તેમને બીજેપી માટે વોટ કરવા જણાવ્યું હતું. સુષ્મા સ્વરાજના આ ટ્વીટને આસામના લીડર અને અન્ય ટ્વીટર યુઝર્સે પણ વધાવી લીધો. ત્યારે સુષમાના બીજેપીને વોટ કરવાના પ્રસંગે અજમલ સાહિબે જણાવ્યું હતું કે જયારે બીજેપી મેજોરીત્ય અને બહુમતી અને લઘુમતીનો ભેદ કરવાનો બંધ કરશે ત્યારે અમે જરૂર બીજેપીને વોટ કરીશું. પણ અમે તમારી સાથે જ છીએ એટલું પણ બદરુદ્દીન અજમલે જણાવ્યું હતું.