મેરાન્યૂઝ નેટવર્ક, પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાએ શનિવારે પોતાની ઘડિયાળના કાંટા અડઘો કલાક આગળ કરી પોતાનો ટાઇમ ઝોન દક્ષિણ કોરિયાના ટાઇમ ઝોનને અનુરુપ કર્યો હતો. ઉત્તર કોરિયાએ આ પગલુ બંને દેશો વચ્ચે સુલેહની દિશામાં એક પગલુ આગળ વધારતા ભર્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ટાઇઝ ઝોનમાં આ ફેરફાર ઉત્તર કોરિયાના સર્વેચ્ચ નેતા કિમ જોંગ ઉનનાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇન સાથેની મુલાકાતના એક સપ્તાહ બાદ લીધો છે જેથી તેમના તરફથી મિત્રતા, સુલેહ અને એકતાનો પ્રિત્સાહન મળે.  પ્રેસિડિયમ ઑફ ધ સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી ઓફ ઉત્તર કોરિયાના આદેશ અનુસાર પ્યોંગયાંગના સમયને ફરી નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તે 5 મે થી અમલી બનશે.

ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ઐતિહાસિક બેઠક બાદ બંને દેશોના ટાઇમ ઝોનને એક સરખા કરવા એક વ્યવહારિક પગલુ છે. ઉત્તર કોરિયાએ ઓગસ્ટ 2015માં પોતાના સમયને દક્ષિણ કોરિયાના સમયથી 30 મિનિટ પાછળ કર્યો હતો. તેની પાછળ તે સમય તર્ક આપવામા આવ્યો હતો કે 1910-1945 વચ્ચે જાપાનના કોરિયન ટાપુ પર શાસનના નિશાનને હટાવવામાં આવી રહ્યા છે. આ પહેલા બંને કોરિયન દેશોના સમય એક સમાન હતા.