મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ : શહેરના પોષ વિસ્તાર ગણાતાના અમીનમાર્ગ નજીકના રેલવે ટ્રેક પાસેથી નવજાત શિશું મળી આવ્યું હતું. આશરે 6 થી 7 માસનું આ નવજાત શિશું મૃત હાલતમાં મળી આવતા અરેરાટી ફેલાઈ હતી. આ અંગે ટેલિફોન દ્વારા શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને માલાવીયાનગર પોલીસનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ મૃત નવજાત આશરે 6-7 મહિનાનું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ બાળક કોનું છે તેમજ તેનું મૃત્યુ કઇ રીતે થયું વગેરેની માહિતી મેળવવા હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.