મેરાન્યૂઝ નેટવર્ક, ઓકલેન્ડ: વર્ષ 2017નો આજે છેલ્લો દિવસ એટલે કે આજે 31 ડિસેમ્બર છે. સાથે જ મધરાતથી નવા વર્ષ એટલે કે 2018ના વર્ષને આવકારવા ભારત સહિત સમગ્ર વિશ્વના લોકોમાં થનગનાટ છે. ત્યારે સમય પ્રમાણે ન્યૂઝલેન્ડમાં આગળ હોવાથી ન્યૂઝલેન્ડમાં નવુ વર્ષ 2018 શરુ થઇ ગયું છે.

ન્યૂઝીલેન્ડમાં ભારે આતશબાજી સાથે નવા વર્ષને આવકારવામાં આવી રહ્યું છે. સાથે મેરાન્યૂઝ પણ તમામ વાચકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.