મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બહુચર્ચિત રાફેલ વિમાન ડીલ વિવાદ હજુ પુરી રીતે રોકાયો નથી. એક વાર ફરી આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી ફાઈલ કરવામાં આવી છે. સોમવારે ફાઈલ કરાયેલી આ અરજી પર સુપ્રીમ કોર્ટ આજે જ સુનાવણી કરશે.

વકીલ વિનીત ઢાંડાએ અરજી ફાઈલ કરતા માગ કરી છે કે ફ્રાંસ અને ભારત વચ્ચે આખરે શું ડીલ થઈ છે અને તેને જાહેર કરવામાં આવે. તે ઉપરાંત માગ કરાઈ છે કે રાફેલની વાસ્તવીક કિમંત તમામને જણાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એક અરજી ફાઈલ કરવામાં આવી હતી, જે પર 10 ઓક્ટોબરે સુનાવણી થવાની છે. અગાઉની અરજી કરનારની તબીયત ખરાબ હોવાના કારણે તે ટળી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષ પાર્ટીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘેરી લેવાની ફિરાકમાં છે. રાહુલ ગાંધી સતત આ મુદ્દા પર પ્રધાનમંત્રીનું મોંઢું સિવાયેલું હોવાનો આક્ષેપ કરતાં સવાલો ઊભા કરી રહ્યા છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ ગત મહિનાઓથી આ આરોપ લગાવતા આવ્યા છે કે મોદી સરકારે ફ્રાંસની કંપી દસાલ્ટ પાસેથી 36 રાફેલ ફાઈટર વિમાનની ખરીદીનો જે સૌદો કર્યો છે, તેનું મૂલ્ય પહેલાની યુપીએ સરકારમાં વિમાનોના દરને જે સહમતી અપાઈ હતી તેની તુલનામાં ઘણી વધુ છે. તેનાથી સરકારી તિજૌરીને હજારો કરોડનું નુકસાન થયું છે. પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સૌદાને બદલાવ્યો છે અને એચએએલ દ્વારા રિલાયન્સનો બચાવ કર્યો છે.