મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: 14 વર્ષ બાદ પલ્મોનરી ડિસીઝની નેશનલ કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે જેમાં વિશ્વના જુદા-જુદા દેશોમાંથી 60 તબીબો તેમજ ભારતના 400 એક્સપર્ટ હાજર રહેશે. તદઉપરાંત ૩૦૦૦ થી વધારે તબીબો આ કોન્ફરન્સ માં ભાગ લેશે. જેમાં તબીબો તેમજ તબીબી વિદ્યાર્થિઓના નવા સંશોધનોને પ્રાધાન્ય આપવાના હેતુ સાથે  20મી નેશનલ કોન્ફરન્સ ઓન પલ્મોનરી ડિસીઝ ,  નેપકોન ૨૦૧૮ અમદાવાદમાં યોજાઈ રહી છે.આ કોન્ફરન્સમાં વિશ્વના વિવિધ દેશોમાંથી 60 તબીબો સહિત ભારતના 400 એક્સપર્ટ્સ હાજર રહેશે જેઓ તબીબી વિદ્યાર્થિઓને ફેફસાના વિવિધ રોગો અંગે જ્ઞાન પૂરું પાડશે.

29મી નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી આ કોન્ફરન્સ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેમાં ભારતભરમાંથી 3100 તબીબો તેમજ તબીબો-વિદ્યાર્થિઓ ભાગ લેવા માટે આવશે. આ કોન્ફરન્સમાં આ કોન્ફરન્સમાં   ઓસ્ટ્રેલીયા, તુર્કી, યુએસએ, જર્મની, યુકે સહિતના દેશોનો નિષ્ણાંત તબીબો પણ હાજર રહેશે જે પોતાના અનુભવો રજૂ કરશે. વિવિધ તબીબો પોતે કરેલા સંશોધનો રજૂ કરશે અને કેવી રીતે નવા નવા સંશોધનો કરી શકાય તે અંગેની માહિતી પૂરી પાડશે.

ચાર  દિવસીય  આ કોન્ફરન્સમાં 19 વર્કશોપ યોજવામાં આવશે જેમાં ટીબી, લંગ કેન્સર, ક્રિટીકલ કેર, એલર્જી, રિસર્ચ, બાળકોના રોગ, ફેફસાના જુદા જુદા રોગો સહિતના મુદ્દાઓ પર રસપ્રદ અને મહત્ત્વની જાણકારી નિષ્ણાંત તબીબો દ્વારા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત લોકોને ફેફસાના રોગ અંગે કેવી રીતે જાગૃત કરી શકાય તે અંગે પણ માહિતી આપવામાં આવશે.

આ અંગે નેશનલ કોલેજ ઓફ ચેસ્ટ ફિજીશીયનના પ્રેસિડેન્ટ ડો. રાજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, “છેલ્લા 19 વર્ષથી આ કોન્ફરન્સ દેશના જુદા જુદા ભાગોમાં યોજાઇ રહી છે. અગાઉ 2004માં અમદાવાદમાં આવી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.” 

કોન્ફરન્સમાં ક્લીન એર, હેલ્ધી એન્વાયરમેન્ટ અને હેલ્ધી લાઇફ પણ  છે જેમાં ધુમ્રપાન છોડાવવા માટેના ઉપાયો વિષે પણ જાણકારી આપવામાં આવશે.  જેમાં ઈ-સિગારેટ પણ નુકશાનકારક છે કે નહીં તેના પર ડિબેટ યોજવામાં આવશે તથા સિગારેટથી થતા નુકશાનો અંગેની જાણકારી આપવામાં આવશે.