મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સોલર અલાયન્સ સમિટને સંબોધિત કરતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમે સમગ્ર દુનિયામાં સૌર ઉર્જાની ક્રાંતિ લાવવા માંગીએ છીએ. મોદીએ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાની વાત કરતા કહ્યું કે સૌર ઉર્જા માનવ સભ્યતા માટે પાયાની જરૂરિયાત છે. એવા તમામ દેશ છે જ્યા વર્ષભર સૂર્ય ચમકે પરંતુ સંશાધનોની ઉણપને કારણે સોલર એનર્જી બનતી નથી. તેના માટે આપણે ફંડિંગની વ્યવસ્થા કરવી પડશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે સૂર્યને જીવન માટે પોષક માન્યો છે. વેદોને આ દુનિયાની આત્મા ગણાવવામાં આવ્યા છે. હવાની દરેક જગ્યાએ ફેલાયેલ સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરજો જોઇએ. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સોલર ટેકનોલોજી મિશનનું આહ્વાન કર્યું જેથી સૌર ઉર્જાથી વિકાસને એક નવી ગતિ મળશે. 2015માં મોદી અને ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદ દ્વારા સ્થાપિત આ સંગઠનના સમિટમાં દસ દેશોના મંત્રીઓ સહિત 121 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

મોદીએ આજે સંબોધનમાં કહ્યું હતું કે. સારા અને સસ્તા સોલર પોઇન્ટ બધા માટે સુલભ બનાવવા જોઈએ અને ઇનોવેશનમાં વધારો કરવો જોઈએ. આપણી ઉર્જા જરૂરિયાતોમાં સોલર ઉર્જાનો હિસ્સો વધારવો પડશે. સોલર પ્રોજેક્ટ માતે નાણાકીય વ્યવસ્થા ઉભી કરવી પડશે. સોલર એનર્જીની જરૂરિયાતને વિકાસની સમગ્રતાથી જોવી જોઈએ. આ માટે સોલર ટેકનોલોજી મિશન શરુ કરવામાં આવશે. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ટેકનોલોજીની જરૂર છે.