મેરાન્યૂઝ નેટવર્ક.નડિયાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગાંધીજી કદાચ તમને રસ્તામાં સામા ચાલતા આવતા મળે તો ચોંકી જતા નહીં. ગુજરાતના રોડ પર આ શક્ય છે પણ તે એક ભ્રામક બાબત છે. તેનું કારણ એ છે કે તે બંને વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગાંધીજીના જેવા જ દેખાય છે. જોકે અવારનવાર આપે ગાંધીજી અને નરેન્દ્ર મોદીના જેવા દેખાતા લોકો જોયા જ હશે. પરંતુ બંને એક સાથે ક્યાંય ફરવા નીકળ્યા હોય તેવો નજારો નહીં જોયો હોય. અહીં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો એક વીડિયો રજુ કરવામાં આવ્યો છે. જે વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગાંધીજી જેવા દેખાતા અને વેશ ધારણ કરેલા બે વ્યક્તિ કોઈને રસ્તો પુછી રહ્યા છે. જોકે આ વીડિયો ગુજરાતમાં ક્યાંનો છે તે જાણવા મળ્યું નથી પરંતુ વીડિયોમાં એક ટ્રક નજરે પડે છે. જેની નંબર પ્લેટ જોતા તે નડિયાદનો હોવાની જાણકારી મળે છે.