મેરાન્યૂઝ નેટવરર્ક, મોરબી: હળવદના ધણાદ ગામે ઓક્ટોબર ૨૦૧૭માં પત્નીની હત્યાના ગુન્હામાં મોરબી સબજેલમાં સજા કાપતા આરોપી રમેશ ઉકા પાટડીયાનું મોત નિપજતા જેલ સત્તાવાળાઓમાં દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ મોરબીની સબ જેલમાં રહેલા આરોપી રમેશ ઉકાભાઈ પાટડીયા કોળી (ઉ.વ.૩૬) નું આજે કોઈ કારણોસર મોત થયું હતું. જેમાં સબજેલમાં કેદ આરોપી સવારે ૦૭ : ૪૦ વાગ્યા પહેલા બેભાન અવસ્થામાં મળી આવતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. મરણ જનાર રમેશ ઉકા પાટડીયા હળવદ પંથકમાં ઓક્ટોબર ૨૦૧૭માં તેની પત્નીની હત્યાના આરોપમાં સબજેલમાં બંધ હોય જેનું મોત થતાં ચકચાર મચી છે. જોકે મોત કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થયું નથી અને પીએમ રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે. એ ડિઝિઝન પોલીસમાં સબજેલના કેદીના મોત અંગે નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે. આ કસ્ટોડિયલ ડેથનો મામલો હોવાથી જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ જાણ કરાઈ છે.