મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત દરેક ફિલ્મના રિલીઝથી પહેલા જ પોતાના લુકને લઈને છવાઈ જાય છે. રજનીકાંતની આગામી ફિલ્મ કાલાના પોસ્ટરમાં નજરે પડી રહેલો આ ડોગ ચર્ચાનો વિષય બની ગયો છે. શું આપને ખ્યાલ છે કે રજનીના ફેન્સ આ ડોગીને ખરીદવા માટે 2 કરોડ સુધી આપવા તૈયાર છે.

મીડિયા રિપોર્ટનું માનીએ તો આ ડોગનું નામ મણિ છે અને મલેશિયાથી લોકો તેને ખરીદવા માગી રહ્યા છે. ડોગના માલિક સિમોનએ કહ્યું કે, કેટલાક લોકો મણિને ખરીદવા માટે 2 કરોડ સુધી આપવા તૈયાર છે. જોકે સિમોને તેને વેચવાથી ઈનકાર કરી દીધો છે.

મણિના માલિક સિમોને કહ્યું કે મણિ એક સ્ટ્રીટ ડોગ હતો જેની દેખરેખ રાખી મેં મોટો કર્યો છે. સિમોને રજનીકાંત અને મણિ વચ્ચેના સબંધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, રજની સર રોજ મણિને બિસ્કિટ ખવડાવતા હતા. તેનાથી ટ્રેનર્સનું કામ ઈઝી થઈ ગયું હતું. જેનાથી રજની અને મણિ વચ્ચે સારા સબંધો બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે રજનીકાંતને દક્ષિણ ભારતમાં દેવતાની જેમ પુજવામાં આવે છે. તેમની આ ફિલ્મ ચાલુ વર્ષમાં 28 એપ્રિલે રિલીઝ થશે. તે ઉપરાંત, રજની, અક્ષય કુમાર સાથે 2.0માં પણ નજરે આવ્યા છે. ફિલ્મ 2.0 રિલીઝ એપ્રિલમાં હતી ફિલ્મ કાલાને પગલે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દેવાઈ છે. 2.0માં અક્ષય પહેલીવાર નેગેટિવ રોલમાં જોવા મળશે.