મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં આજે બપોરે દોઢ વાગ્યા આસપાસ એક ચાર્ટડ પ્લેન ક્રેશ થતાં તેમાં 5 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ઘાટકોપર વિસ્તારમાં આવેલ જાગૃતિ બિલ્ડિંગની નજીક બની છે. આ વિમાન ક્રેશ થયુ ત્યા સર્વોદય હોસ્પિટલ આવેલી છે.  ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ઘટના સ્થળે એક મૃતદેહ સળગી રહ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ વિમાન મુંબઇની UY કંપનીનું હોવાનું જાણવા મળ્યુ છે. વિમાન ક્રેશ થતાં ત્યા આગ પણ લાગી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર આ વિમાન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દીપક કોઠારી નામના વ્યક્તિને આ વિમાન વેચી દેવાયુ હતું. આ વિમાન આ પહેલા પણ અલ્હાબાદમાં ક્રેશ થયું હતું. જ્યાર બાદ તેને ઉત્તર પ્રદેશ સરકારે વેચી દીધુ હતું. આ વિમાનના પાયલટનું નામ પ્રદીપ રાજપૂત છે.