મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: દેશના સૌથી મોટા બિઝનેશમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી બાળપણની મિત્ર શ્ર્લોકા મેહતા સાથે આગામી ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવા જઇ રહી છે. ગોવાની એક ફાઇવ સ્ટાર હોટલમાં શનિવારે પ્રી એન્ગેજમેન્ટ સેરેમની યોજાઇ હતી. શ્ર્લોકા હીરાના બિઝનેશમેન રસેલ મેહતાની સૌથી નાની પુરી છે. રસેલ ભારતની સૌથી મોટી હીરા કંપનીઓમાં એક કેવી રોઝી બ્લૂની મેનેજિંગ ડાયરેક્ટર છે.

આકાશ અને શ્ર્લોકા બાળાપણથી જ મિત્રો છે. બંને ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. શ્ર્લોકાએ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી માનવશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લૉ (કાયદો) માં માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. તે કનેક્ટફોરની કો-ફાઉન્ડર છે.

મુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાં આકાશ સૌથી મોટો છે.  આકાશે આ અંગે જણાવ્યુ છે કે હું ખૂબ ખુશ છું કે અમારી મિત્રતા પ્રેમમાં બદલાઇ. શ્ર્લોકા અને હું લગ્ન કરવા જઇ રહ્યા છીએ. શ્ર્લોકા ખૂબ જ સ્પેશ્યલ અને નેકદિલ છે. શ્ર્લોકાએ પણ કહ્યું હતું કે વ્યસ્ત હોવા છતા અમે કનેક્ટેડ રહેવાના રસ્થા હંમેશા શોધી લીધા છે. આકાશનો સ્વભાવ ખૂબ જ સારો અને સરળ છે.