મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: નોટબંધીની સરખામણીમાં જીએસટી સાથે જોડાયેલી મુશ્કેલીઓમાં લઘુ અને મધ્યમ ઉદ્યમો (MSME)ના નિકાસને વધુ અસર થઇ છે. આરબીઆઇ દ્વારા શુક્રવારે જાહેર થયેલ એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

MSME ક્ષેત્રને દેશની આર્થિક વૃદ્ધિનું એક મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે અને ભારતની કુલ નિકાસમાં તેનું યોગદાન લગભગ 40 ટકા છે. આરબીઆઇ દ્વારા જાહેર મિંટ સ્ટ્રીટ મેમોમાં કહેવામાં આવ્યું છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને આગોતરા જીએસટી રિફંડમાં મોડું થવાને કારણે લઘુ અને મધ્યમ ઉદ્યોગોના નિકાસને નોટબંધી કરતા પણ વધુ જીએસટી સાથે જોડાયેલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જેથી નાના ઉદ્યોગકારોની કાર્યશીલ મુડી જરૂરિયાતોને આડ અસર થઇ છે કારણ કે તે પોતાના દૈનિક કામકાજ માટે રોકડ પર નિર્ભર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધી થઇ તે પહેલા પણ MSME ક્ષેત્રમાં લોન ઓછી મળતી હતી અને નોટબંધી દરમિયાન તેમાં વધુ ઘટાડો થયો. આશાથી વિપરિત એવુ લાગે છે કે જીએસટી અમલી થવાની લોન આપવા પર કોઈ પોઝિટિવ અસર ન થઇ.

રિઝર્વ બેંક દ્વારા જાહેર થયેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એમએમએમઇ નિકાસના મુખ્ય વસ્તુઓ જેમકે રત્ન અને આભુષણ, કાલીન, કાપડ, ચામડું, હેન્ડલુમ અને હસ્તશિલ્પની વસ્તુઓ ઉદ્યોગમ શ્રમ આધારિત ઉદ્યોગ છે. આ ઉદ્યોગોમાં છૂટક મજૂરીથી કામગીરી થતી હોય છે તથા રોકડમાં ચુકવણી કરવી પડતી હોય છે. ઓક્ટોબર 2016 બાદ એટલે કે નોટબંધીના સમયગાળામાં એમએસએમઇ નિકાસમાં સામાનો ઘટાડો થયો હતો પરંતુ એપ્રિલ અને ઓગસ્ટ 2017માં નિકાસમાં મોટો ઘટાડો થયો. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે નોટબંધી બાદ લઘુ અને મધ્યમ ઉદ્યોગો લોન પરત ચુકવવામાં મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા જેથી રિઝર્વ બેંકે તેના ઉપાય રૂપે સૂચનો પણ જણાવ્યા હતા.