મેરાન્યૂઝ નેટવર્ક.ભોપાલઃ  બોર્ડની પરીક્ષાઓમાં પરિણામના દિવસે સમયનું ખાસ મહત્વ હોય છે. મોટાભાગનું મધ્યપ્રદેશ 10.30 કલાક અગાઉથી જ ઓનલાઈન હતું. ટીવી પર ઈન્ટરનેટ પર લોકો પોતાના અને સ્વજનના રિઝલ્ટની મીટ માંડીને બેઠા હતા પરંતુ સીએમ ન આવ્યા. જેના કારણે રિઝલ્ટની જાહેરાત 45 મિનિટ મોડી કરવામાં આવી. કદાચ જ પહેલી વાર છે જ્યારે પરીક્ષાના પરિણામ સમયમાં મુખ્ય અતિથિના કારણે પરિવર્તન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચૂંટણી વર્ષના કરણે આ વખતે સીએમ હાઉસમાં પરિણામ ઘોષિત કરાયું હતું.

10મા ધોરણના પરિણામથી ચિંતા

એમપી બોર્ડ 10માના વિદ્યાર્થી ઘણા ઘભરાયેલા છે. અસલમાં, ગત કેટલાક વર્ષોમાં 10મા ધોરણના રિઝલ્ટ ખરાબ આવી રહ્યા છે. ગત વર્ષોના રિઝલ્ટ સંબંધીત આંકડા દર્શાવે છે કે એમપી બોર્ડ 10મીની પરીક્ષામાં વિદ્યાર્થી ફેલ થવાની ટકાવારી વધી છે. 2017માં 10મા માં અડધા વિદ્યાર્થીઓ નપાસ થયા હતા. ગત વર્ષે ફક્ત 49.86 ટકા વિદ્યાર્થી જ પાસ થયા હતા.

ત્યાં સામે 2016માં 53.87 ટકા વિદ્યાર્થી પાસ થયા હતા. 2015માં રિઝલ્ટ પણ ખરાબ રહ્યા હતા. આ વર્ષે અહીં 47.04 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્યા હતા. 2014માં પણ માત્ર 54.14 ટકા જ વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા હતા. જ્યારે 12મા ધોરણનું પરિણામની ટકાવારી ખાસી સારી રહી છે. 2017માં 12મા ધોરણમાં 68 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.