મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામના વેપારી યુવાનને રિલાયન્સ પેટ્રોલિયમની ડીલરશિપ અપાવી દેવાના બહાને એક મહિલા સહિત ત્રણ સામે રૂ. ૧.૬૯ લાખની ઠગાઈ કરી ગયા હતા. યુવાને ત્રણેય સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબી તાલુકાના જેતપર ગામમાં રહેતા વોલ્ગા સીરામીક પ્રા. લી નાં ડિરેક્ટર હિરેનભાઈ ચંદુભાઈ પટેલને રિલાયન્સ પેટ્રોલીયમની ડીલરશિપ માટે એક વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી હતી. ઓનલાઈન રજીસ્ટર કરેલી માહિતીમાંથી આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ નંબર મેળવી કન્ફર્મેશન કોલનાં બહાને  એમનો સંપર્ક કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આશા અગ્રાવત, મનોજ ચૌહાણ તેમજ એક અજાણ્યા શખ્સેને તેઓએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં 12 વખત આરટીજીએસ કર્યા હતા અને ડિપોઝીટ, મશીનરી ખરીદી,ટ્રક ખરીદી પેટ્રોલિયમ લાયસન્સ સહિતની શરતો મૂકી રૂ.૧,૬૯,૨૫૫ જમા કરાવી લીધા હતા. જોકે બાદમાં થોડા સમય બાદ આ સર્ચ કરતા વેબસાઈટ ખુલી ન હતી. વધુ તપાસ કરતા આ વેબસાઈટ ખોટી હોવાનું ખુલતા પોતાની સાથે ઠગાઈ થતી હોવાની જાણ થઈ જતા યુવક હિરેનભાઈએ મોરબી તાલૂકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સાયબર ક્રાઈમના આરોપીઓને ઝડપી લેવા એલ.સી.બીએ વધુ તપાસ હાથ ધરી છે.