મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ RSSના વડા મોહન ભાગવત સોમનાથમાં યોજાનાર પ્રાંત પ્રચારક અને સહ પ્રાંત પ્રચારકની બેઠક અંતર્ગત સોમનાથ જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં મીડિયાએ તેમને બોલવાનું કહેતા કારમાં બેસતી વખતે તેમણે કહ્યું હતું કે, "હું બોલીશ તો મારી નોકરી ચાલી જશે, બીજાને બોલવા દો" અને ત્યારબાદ વધુ કંઈપણ બોલ્યા વિના તેઓ સોમનાથ જવા રવાના થયા હતા. ભાગવતે બોલેલા આ વાક્યથી ભાજપ-સંઘ વચ્ચે કોઈ ખટરાગ ચાલતો હોવા સહિતની વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ગત મોડીરાત્રે જ મોહન ભાગવત રાત્ર સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રિરોકાણ કર્યા બાદ આજરોજ તેમણે સોમનાથ મહાદેવને દૂધનો અભિષેક અને ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી. આ તકે મોહન ભાગવત સાથે ભૈયાજી જોશી પણ હાજર રહ્યા છે. જો કે રાજકોટમાં તેમણે ઉચ્ચરેલા એક વાક્યને લઈને રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.