મેરાન્યૂઝ નેટવર્ક, લંડન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિટન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ લોકો હાથમાં બેનર્સ લઇને ઉભા હતા જેમાં મોદીને ઇશરત જહાંના હત્યાના દોષિત તથા મહિલાઓ ભારતમાં વધી રહેલા બળાત્કારની ઘટનાઓ માટે જવાબદાર ગણાવ્યા હતા તથા ‘મોદી નોટ વેલકમ’ ના મોટા બોર્ડ પણ લગાવ્યા હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ લંડનના જુદાજુદા વિસ્તારોમાં હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે તથા દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને સજા અપાવવા મામલે પ્રશ્ન પુચ્છ્યા છે. મોદી કોમનવેલ્થ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટનની યાત્રા પર છે.

મોદી હાલ યુરોપની યાત્રા પર છે. જ્યા મોદી વિરૂદ્ધ શીખ અને મુસ્લિમ સમુદાયના ટોળાએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. દેખવકારો મોબાઇલ વાન પર મોટા મોટા હોર્ડિંગ લગાવી મોદી વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. દેખાવકારોએ મોદીને મુસ્લિમોના હત્યારાઓના સંરક્ષણ, બળાત્કારીઓને બચાવનારા અને દલિતોના હત્યારાઓના સમર્થક ગણાવ્યા હતા. લંડનમાં મોદી વિરૂદ્ધ વ્હાઇટહોલ, લંડન આઇ, પાર્લિયામેન્ટ સ્ક્વેર અને વેસ્ટમિંસ્ટર એબી નજીક હોર્ડિંગ લગાવાયા છે. દેખાવકારોએ ‘મોદી નોટ વેલકમ’ પણ લખ્યુ હતું. આ વિરોધને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એનઆરઆઇ સાથેની મુલાકાતમાં બળાત્કાર અને હત્યાના મુદ્દે નિવેદન આપી કહ્યું હતું કે આ મુદ્દે રાજકારણ ન રમાવુ જોઈએ. વિદેશ યાત્રાઓ દરમિયાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત થયાના ઘણા કિસ્સાઓ છે પરંતુ આટલા મોટા પ્રમાણમાં તેમનો વિરોધ થવો એક ઘણુ બધુ સૂચક કહી જાય છે.