મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નુકશાનમાં ચાલી રહેલી રાષ્ટ્રીય એરલાઈન્સ એર ઈન્ડિયાના અંદાજીત 326 કરોડ રૂપિયા બાકી છે. વિવિધ મંત્રાલયોના વિવિઆઈપીની વિદેશ યાત્રાઓના ચાર્ટર્ડ ફ્લાઈટના બિલની આ બાકી રકમ છે જે ચુકવાઈ નથી.

દેશની રાષ્ટ્રીય હવાઈ સેવા જો ખાનગીકરણની સીમા પર છે અને સેવાનિવૃત્ત કોમોડોર લોકેશ બત્રા દ્વારા માહિતીના અધિકારી (આટીઆઈ) અંતર્ગત માહિતી માગવામાં આવેલી માહિતીના જવાબમાં વિભિન્ન મંત્રાલયોની વીવીઆઈપી યાત્રાઓના સબંધમાં બાકી બિલોની માહિતી ઉપલબ્ધ કરાઈ છે.

8 માર્ચએ અપાયેલી આ માહિતી ખબર પડી છે કે, 31 જાન્યુઆરી 2018 સુધી કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રાલયો પર વીવીઆઈપી ચાર્ટર્ડ ફ્લાઈટના 325.81 કરોડ રૂપિયાનું બિલ બાકી છે.

કુલ બાકી બિલોમાંથી 81.01 કરોડ રૂપિયાની ચુકવણી ગત નાણાકીય વર્ષનું છે, 241.80 કરોડ આ વર્ષના છે.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી જેવા વીવીઆઈપીની વિદેશ યાત્રાઓ માટે ચાર્ટર્ડ વિમાન એર ઈન્ડિયા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એર ઈન્ડિયા પોતાના વ્યવસાયીક જેટ વિમાનમાં જ આ વીવીઆઈપીની જરૂરતોને અનુરુપ સંશોધન કરે છે.

અન્ય બાકી બિલ રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય, પ્રધાનમંત્રી કાર્યાલય અને કેબિનેટ સચિવાલયના કોષથી ચુકાવાશે. એર ઈન્ડિયાથી પ્રાપ્ત જવાબમાં કહેવાયું છે કે સૌથી મોટી બાકી રકમ 178.55 કરોડ રૂપિયા વિદેશ મંત્રાલયના નામે છે, જે પછી કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રી કાર્યાલય ઉપર 128.84 કરોડ રૂપિયા અને રક્ષા મંત્રાલય પર 18.42 કરોડની દેવાદારી બાકી છે.

જવાબથી ખબર પડે છે કે, 451.71 કરોડ રૂપિયાના બિલ જુના હતા જ્યારે 553.01 કરોડ રૂપિયા આ વર્ષે જારી કરાયા હતા. એ રીતે કુલ 1004.72 કરોડ રૂપિયા થયા. જેમાંથી સરકારને 678.01 કરોડની ચુકવણી આ વર્ષે થઈ, ચુકવણીની રકમમાં 367.70 કરોડ રૂપિયાની ચૂકવણી ગત વર્ષની બાકી રકમ રૂ. 451.71 કરોડના અવેજમાં કરાઈ હતી અને 311.23 કરોડનું ચુકવણું આ વર્ષે 533.01 કરોડ રૂપિયાના બિલોમાં કરવામાં આવ્યું છે.

આ રીતે, 31 જાન્યુઆરી 2018 સુધી સરકાર પર એર ઈન્ડિયાના બંને વર્ષોની બાકી રમક મળીને રૂ. 325.81 કરોડ રૂપિયા થાય છે.

ત્રણ દિવસ પહેલા જ 5 માર્ચે એક અલગ જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ કહ્યું હતું કે, 31 ડિસેમ્બર 2017 સુધી કુલ બાકી રકમ 345.946 કરોડ રૂપિયા હતા. વીવીઆઈપી ઉડાનોથી વધુ આ રકમમાં 20.96 કરોડ રૂપિયા યાત્રા કરનાર ગણમાન્યોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને ઈવૈકુએશન મિશન ચલાવવા બાકી હતા. એર ઈન્ડિયાના પોતાના જવાબમાં ફ્કત વીવીઆઈપી ઉડાનોની માહિતી આપી હતી.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અપાયેલા જવાબમાં અલગ અલગ મંત્રાલયોના હિસાબથી બાકી અને બિલોની માહિતી અલગ અલગ પણ આપવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રપતિની હવાઈયાત્રાના બિલ કુલ રૂ. 1581.22 કરોડમાંથી 174.22 કરોડ ચુકવી દીધા હતા હવે 8 કરોડ બાકી છે. જ્યાં ઉપરાષ્ટ્રપતિ અંગે 414.28 કરોડના બાકી માંથી 216.02 કરોડ રૂપિયા ચુકવાયા છે અને 198.54 કરોડ રૂપિયા 31 ડિસેમ્બર 2017 સુધી ચુકવવાની બાકી હતી.

ત્યાં પ્રધાનમંત્રીના મામલામાં 272.80 કરોડમાંથી 154.07 કરોડ રૂપિયા ચુકવાયા જ્યારે 118.72 કરોડ હજુ પણ ચુકવવાના બાકી છે.