મેરાન્યૂઝ. નેટવર્ક, મોડાસા : ગત ચોમાસે અપૂરતા વરસાદ પડતા અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ ખાલીખમ રહેતા અને કુવા અને બોરના તળ નીચે ઉતરતા ઉનાળાની શરૂઆતમાંજ અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે મોડાસા થી ૧૦ કિલોમીટર દૂર આવેલા અમલાઈ ગામે પીવાના પાણી માટે મહિલાઓને બે ત્રણ કિલોમીટરનો રઝળપાટ કરવો પડી રહ્યો છે

અરવલ્લી જીલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં અને છેવાડાના વિસ્તારો સુધી પીવાના પાણી પહોંચાડવા એસકે ટુ યોજના અંતર્ગત પાઈપલાઈન થી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક વિસ્તારો હજુ પણ પાણી વિના ટળવળી રહ્યા છે

મોડાસા તાલુકાના અમલાઈ ગામ વર્ષોથી ઉનળામાં પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે મહદંશે ખેતમજૂરી,પશુપાલન અને રોજમદાર તરીકે જીવન નિર્વાહ ગ્રામજનો ચાલવી રહ્યા છે ગત ચોમાસામાં અપૂરતા વરસાદે ઉનાળાના પ્રારંભેજ પાણીની તંગી સર્જાતા ગામની મહિલાઓની સવાર પાણીના કળકળાટ થી થાય છે મહિલાઓ ખેતમજૂરી કે અન્ય જગ્યાએ કામકાજ અર્થે જતા પહેલા પીવાના પાણી માટેના એક એક બેડાં માટે બે થી ત્રણ કિલોમીટર ભટકવું પડે છે ગામમાં હેંડપમ હોવાછતાં પાણી ના આવતા પશુઓને પાણી કઈ રીતે પીવડાવવું એ યક્ષ પ્રશ્ન સર્જાયો છે અને પશુઓને પાણી વગર તડપતા જોઈ ન શકતા વેચવા મજબુર બન્યા છે ગ્રામજનોએ સરપંચ સામે પણ રોષ વ્યક્ત કરી સરપંચ તેમની વાત કાને ના ધરતા હોય તો તંત્ર તો ક્યાંથી સાંભળવાનું હતું..?