મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં અસામાજિક તત્વો બેખોફ બનાવની સાથે પ્રજાજનોને રંજાડી રહ્યા હોવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાખી વર્દીનો ખોફ જ ઓસરી ગયો હોય તેમ લુખ્ખા-મવાલી તત્વો બેલગામ બન્યા છે. મોડાસાના લઘુમતી વિસ્તારના અને પોતાને બાહુબલી સમજતા અપક્ષ કોર્પોરેટર રફીક ઘાટીએ મોડાસાને ગુંડાઓનો વિસ્તાર બનાવવાનો પ્રયત્ન કરતા, વેપારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. મોબાઈલના દુકાનદારને દુકાન ચલાવવા ૨૦૦૦ હજાર રૂપિયાની ખંડણી માંગી માર મારતા ચકચાર મચી હતી જીલ્લા પોલીસવડા મયુર પાટીલ આવા ખંડણીખોર લોકોને કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉગ્ર બની છે.

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં તા. 14.04.2019ની મોડી રાત્રીએ પોલીસના પ્રથમ માહિતી અહેવાલ મુજબ મોબાઇલની દુકાન ચલાવવાના કમીશન એટલે સાદી ભાષામાં કહીએ તો “ખંડણી કે હપ્તો” ઉઘરાવવા બાબતે બબાલ થઇ હતી. જેમાં મોબાઇલના દુકાનધારકે ખંડણી આપવાની ના પાડતા મોડાસા નગરપાલિકાના હિસ્ટ્રી સીટર કોર્પોરેટર ‘રફીક ઘાટી’  જેના પર આગાઉ પણ મારામારી અને ગૂંડાગર્દીના કેસ છે તેણે અને અન્ય ત્રણ શખ્શોએ મળીને લાકડીઓ વડે અને ગડદા પાટુ માર માર્યો હતો.

દુકાનદારને અતિશય બેરેહમીથી મારવામાં આવ્યો હોવાથી તેને મોડાસા સાર્વજનીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાંથી તેને હિંમતનગર સિવલમાં ખસેડવામં આવ્યો છે અને ત્યારબાદ તબીયતમાં સુધારો ન થાય તો અમદાવાદ રીફર કરવામાં આવશે તેવી માહિતી મળી છે. મળતી માહિતી મુજબ દુકાનદારને નાક અને છાતીના ભાગે ગંભીર ફ્રેકચર થયા છે.
બનાવની વિગત મળતી માહિતી મુજબ એવી છે કે, મોડાસા બસ સ્ટેશનની સામે આવેલ લક્ષ્મી શોંપીગ સેંટરમાં મોબાઇલનો ધંધો કરતા શકીલભાઇ સલીમભાઇ ખાનજીને ત્યાં નગરપાલિકાનો કોર્પોરેટર ‘રફીક ઘાટી’ અને અન્ય ત્રણ શખ્શો ધંધો કરવા દેવા ખંડણી ઉધારવવા માટે ગયા હતા, ત્યારે દુકાનદારે રૂ. 2000 ખંડણીની રકમ આપવાની ના પાડતા મામલો બિચકાયો હતો.

રફીક ઘાટી અને અન્ય ત્રણ શખ્શોએ દુકાનદાર શકીલભાઇ પર હુમલો કરી લાકડીઓથી અને ગડદાપાટુ માર માર્યો હતો. જેથી દુકાનદાર ગંભીર રીતે ઇજાગ્રહસ્ત થયો હતા. તેને સારવાર અર્થે હિંમતનગર સિવલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના કોર્પોરેટર રફીક ઘાટી ઉપર આગઉ પણ ગંભીર કેસ નોંધાયેલા છે. 2 વર્ષ પહેલા ડુધરવાડા ચોકડી પર ટોળા સાથે પોલીસ પર હુમલો કરવાનો કેસ પણ તેની પર ચાલી રહ્યો છે. આવા તત્વોને ચૂંટણી સમયે ખુલ્લા છોડી મુકવાથી નગરમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થવાનું જોખમ છે તેવી ચર્ચા ચાલી છે. 

મળતી માહિતી મુજબ આ  કોર્પોરેટરને રાજકીય પક્ષો છાવરી રહ્યા છે. રાજકીય પક્ષોના કાર્યક્રમમાં હાજર રહી “પોલીસ પણ તેનુ કશુ બગાડી નથી શકતી” તેવી છાપ ઉભી કરી તેણે ખંડણી અને હપ્તા ઉઘરાવવાનો ગેર કાયદેસર ધંધો શરૂ કર્યો છે. જોકે આ ટપોરી કોર્પોરેટર બિલ્ડરો પાસેથી પણ ખોટી અરજીઓ કરી ખંડણી ઉધરાવે છે અને હવે તેની હિંમત ખુલી જતા અને કાયદાનો ડર ન રહેતા દુકાનદારોને ધમકાવી ડાયરેક્ટ તેમની પાસેથી હપ્તા લેવાનું શરૂ કર્યુ છે તેવી ચર્ચા છે. 

મોડાસામાં આવી રીતે હપ્તા ઉઘરાવવાના ગેરકાયદેસર કાર્યની શરૂઆતની પોલીસે ગંભીર નોંધ લેવી જોઇએ. મોડાસામાં આવા તત્વોને ઉઘતા ડામવામાં નહીં આવે તો એ દિવસો દુર નથી કે દુકાનદારોને દુકાન ચલાવવા માટે હપ્તા આપવા પડશે. આજે જો આવા તત્વો ને કાયદાની છટકબારીઓ આપી છોડી મુકવામાં આવશે તો કાલે બીજા બે ઉભા થશે જે કાયદો અને વ્યવસ્થા માટે જોખમકારક છે. 

આમ આવા તત્વોને ખુલ્લા બે-લગામ મુકવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આવા ટપોરી તત્વોને કોઇ પણ જાતની રાજકીય શેહ શરમ રાખ્યા વિના પોલીસ લગામ કશે તેવી નગરની શાંતીપ્રિય જનતાની માંગ છે.