મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા અસ્થાના પ્રતિક સમાન સાંઈ મંદિરમાં મોડાસા શિરડી સાંઈબાબા સત્સંગ મંડળ દ્વારા રામનવમીના દિવસે સાંઈબાબાનો પ્રાગટ્ય દિવસ હોઈ ૧૨૧ કિલોની કેક કાપી સાંઈ જન્મોત્સવની ઉજવણી કરી હતી. સાંઈબાબાના દર્શનાર્થે નગરજનો સહીત જિલ્લા માંથી ભક્તોની ભારે ભીડ ઉમટી હતી સાંઈબાબા મંદિર અને મંદિર પરિસર રોશનીથી શણગારતા ઝળહળી ઉઠ્યું હતું

મોડાસાના માલપુર રોડ ખાતે આવેલા શિરડી સાંઇબાબા મંદિરમાં છેલ્લા દસ વર્ષથી સાંઈબાબાના પ્રાગટ્ય દિવસની અને રામનવમીની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવે છે. મોડાસા ખાતે આવેલા સાંઈ મંદિરમાં પણ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

સાંઈબાબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ૧૨૧ કિલોની કેક કાપીને જન્મોત્સવ ઉજવાયો હતો અને કેક ભક્તોને પ્રસાદી રૂપે વહેંચી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. રામનવની મહોત્સવ નિમિત્તે વહેલી સવારે આરતી, ત્યારબાદ ભગવાનને માવાની કેકનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ સાથે જ સાંઇ મંદિર પાટોત્સવ પૂજન અને શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યમાં ભક્તો જોડાયા હતા અને રાત્રે ડાયરો અને હાસ્ય દરબાર અને ભજન કાર્યક્રમ યોજાયો હતો.