મેરાન્યૂઝ નેટવર્ક, ગોલ્ડ કોસ્ટ: ભારતના વેઇટ લિફોટર્સે 21મી કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ દિવસે ભારતને બે મેડલ અપાવ્યા છે. મેરાબાઇ ચાનૂ (48 કિલોગ્રામ) એ કોમનવેલ્થ ગેમ્સમાં સ્નેચ, ક્લિન અને જર્ક તથા ઓવરઓલ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે પી ગુરુરાજા (56 કિલોગ્રામ) એ પુરુષ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ગોલ્ડ મેડલ જીતનાર મીરાબાઇ ચાનૂએ કહ્યું કે મારી સાથે અહીંયા જિઈ ફિજીયો ન હતો. ફિજીયોને અહીંયા લાવવાની મંજૂરી મળી ન હતી. સ્પર્ધામાં ભાગ લેતા પહેલા મને જરૂરી ઉપચાર ન મળ્યો. અહીંયા કોઈ ન હતું, અમે આ અંગે અધિકારીઓને કહ્યું પરંતુ કંઇ ન કરી શક્યા. છતાં અમે એકબીજાની મદદ કરતા હતા.

કર્ણાટકના ગુરુરાજાએ વેઇટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ કહ્યું કે મને ઘણી જગ્યાએ ઇજા થઇ છે. મારા ફિજીયો મારી સાથે નથી તેથી હું ઘૂંટણ અને સિએટિક નર્વનો ઇલાજ ન કરાવી શક્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના રમતગમત મંત્રાલયે આદેશ કર્યો હતો કે કોમનવેલ્થ ગેમ્સમાં અધિકારીઓની સંખ્યા ખેલાડીઓની સંખ્યાના 33 ટકાથી વધુ ન હોવી જોઈએ. જેથી ખેલાડીઓ પોતાની પસંદગીના સહયોગી સ્ટાફને સાથે રાખી શક્યા નથી.