મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ: રાજકોટ ગત મોડીરાતથી જ રાજકોટ શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. અને સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ચાલુ વરસાદે જ મોડીરાત્રે 1.9નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે આંચકની તીવ્રતા ઘણી ઓછી હોઈ લોકોને આંચકનો ખાસ અહેસાસ થયો ન હતો. ભૂકંપના આ આંચકાનું કેન્દ્રબિંદુ 16 કિલોમીટર દૂર શાપર આસપાસ નોંધાયું હતું. વરસાદને પગલે રસ્તા પર પાણી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે  છે. ન્યારી-2 ડેમ છલકાઈ જતા આ નઝારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

રાજકોટ શહેરમાં ખાસ વરસાદ વરસ્યો નથી. પરંતુ ઉપરવાસના વિસ્તારોમાં સારો વરસાદ વરસતા આજી ન્યારી સહિતના બધા જળાશયોમાં પાણીની ધીંગી આવક થઈ છે. જેને પગલે ન્યારી- 2 ડેમ છલકાઈ ગયો છે. આગામી બે દિવસમાં સારા વરસાદની આગાહીને પગલે ન્યારી-2 ઓવરફ્લો થવાની તૈયારી હોઈ આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ઉલ્લેખનિય છે રાજકોટ પંથકના ઉપલેટા, ગોંડલ,શાપર વેરાવળ,કોટડાસાંગાણીમા ભારે વરસાદ પડી ગયો છે જેમા 8થી 11 ઇંચ સુધીના વરસાદનો સમાવેશ થાય છે.