મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ દેશની આર્થીક રાજધાની મુંબઈમાં અંદાજીત 30 હજાર ખેડૂતો પોતાના ખેતરો છોડી રસ્તા પર આવી પહોંચ્યા છે. મુંબઈથી અંદાજીત 150 ખેડૂતોનો આ રેલો આઝાદ મેદાનમાં જમા થયો છે. અહીંથી આ ખેડૂતો વિધાનસભા ઘેરવા માટે નિકળશે. કહેવાય છે કે બાળકોની પરીક્ષાઓને જોતા ખેડૂતોએ 11 વાગ્યા બાદ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે.

ખેડૂતોએ આ કુચને લઈને મહારાષ્ટ્રમાં જ્યાં રાજકારણ ગરમ ચે, ત્યાં પોલીસ પણ ટેન્શનમાં છે. આજે 1993ના બોમ્બ ધમાકાઓની વરસી પણ છે. 25મી વરસીને લઈને પોલીસના પડકાર વધી ગયા છે. અંદાજીત 45 હજાર પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, એસઆરપી અને રેપીડ એક્શન ફોર્સને પણ એલર્ટ રાખવામાં આવ્યો છે. પોલીસના પ્રયત્નો છે કે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વિધાનસભાથી બે કિલોમીટર પહેલા જ રોકી લેવાય. જેને જોતા ત્યાં ભારે બંદોબસ્ત મુકાયો છે.

ખેડૂતોની માગ

  • કૃષિ ઉપજના કર મૂલ્યો ઉપરાંત 50 ટકા લાભ અપાય
  • તમામ ખેડૂતોના દેવા માફ કરાય
  • નદી જોડવા યોજનાના અંતર્ગત મહારાષ્ટ્રના ખેડૂતોને પાણી અપાય
  • વન્ય જમીન પર પેઢીઓથી ખેતી કરતા આવતા ખેડૂતોને જમીનને માલિકના હક અપાય
  • સંજય ગાંધી નિરાધાર યોજનાના લાભ ખેડૂતોને અપાય
  • સહાયતા 600 રૂપિયા પ્રતિમાસથી વધી 3000 રૂપિયા પ્રતિમાસની કરી દેવાય
  • સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરાય

આ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ખેડૂત નેતાઓને વાતચિતનું આમંત્રણ આપ્યું છે. તે ખેડૂત નેતાઓના શિષ્ટમંડળ માટે સોમવારે ખેડૂતોની માગો પર ચર્ચા કરશે. મુખ્યમંત્રીના દૂતના સ્વરૂપમાં ગીરીશ મહાજને વિક્રોલીમાં ખેડૂતોનું સ્વાગત કરાયું છે. નાસિકથી મોર્ચો લઈને આવી રહેલા ખેડૂતોને મહાજને આશ્વાસન આપ્યું કે મુખ્યમંત્રી ખેડૂત નેતાઓથી વાતચીત કરવા માટે તૈયાર છે.