મેરાન્યૂઝ નેટવર્ક પુલવામા: જમ્મુ-કાશ્મીરમાં ગઇરાતથી ચાલી રહેલાં એન્કાઉન્ટરમાં સીઆરપીએફ પર થયેલા આત્મઘાતી હુમલાનાં માસ્ટર માઇન્ડ કામરાન ઉર્ફે ગાઝી રશિદ ઠાર મરાયો છે. અત્યાર સુધી ચાલુ રહેલા આ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમદનાં બે આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે આ એન્કાઉન્ટરમાં ૪ જવાન શહીદ થવા સાથે બે જવાન અને લેફ્ટ કર્નલ ઘાયલ થયા છે. આ ઉપરાંત એક નાગરિકનું પણ મોત નીપજ્યું છે.

પુલવામાં ખાતે ગઇ રાતથી સેના દ્વારા આતંકીઓ સામે એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી ચાલુ રહેલા આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફ પર થયેલા આત્મઘાતી હુમલાનાં માસ્ટર માઇન્ડ કામરાન ઉર્ફે ગાઝી રશિદ ઠાર મરાયો છે. સેનાને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. આથી હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ગાઝી રશિદ સહિત ત્રણ આતંકી ઠાર મરાયા છે.

જ્યારે શહીદ થયેલા ૪ જવાનો ૫૫ રાષ્ટ્રીય રાઈફલસનાં છે. જેમાં મેજર વી. એસ. ધોન્દિયાલ, કોન્સ્ટેબલ શિવરામ, સૈનિક અજય કુમાર અને હર સિંહ શહીદ થયા છે. આ અગાઉ શનિવારે રાજૌરીમાં એક આઈડી બોંબ નિષ્ફળ બનાવવામાં સેનાનાં મેજર ચિત્રેશ બીષ્‍ટ શહીદ થયા હતા.