મેરાન્યૂઝ નેટવર્ક.ગોવાઃ ગોવાના ડેપ્યૂટી સ્પીકર માઈકલ લેબોએ શનિવારે નિવેદન આપ્યું કે, મુખ્યમંત્રી મનોહર પારિકરની તબીયત સુધરે તેવી પ્રાથના છે, પરંતુ તેમની બચવાની સંભાવના નથી, ગોવામાં નેતૃત્વ નહીં બદલે. જ્યાં સુધી પારિકર છે તેઓ ગોવાના મુખ્યમંત્રી રહેશે. કોઇએ તેમની જગ્યા લેવાની માંગ કરી નથી. અમે પ્રાર્થના કરીશું કે તેઓ વહેલી તકે ઠીક થઇ જાય. પરંતુ એની કોઇજ સંભાવના નથી. જો તેમને કંઇ થાય છે તો આગામી મુખ્યમંત્રી બીજેપીથી જ હશે.

રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસે શનિવારે સરકાર બનાવવનો દાવો કર્યો છે. કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખીને બીજેપીના નેતૃત્વવાળી રાજ્ય સરકારને ભંગ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે વિધાનસભામાં બીજેપી પાસે બહુમત નથી અને કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. એટલે કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળવી જોઇએ. બીજી તરફ કોંગ્રેસના આ દાવા દરમિયાન શનિવારે બીજેપી દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં હાલના રાજનૈતિક સંકટ પર ચર્ચા થઇ હતી. જણાવવામાં આવે છે કે રવિવારે બીજેપીનાં નેતા ગોવા પહોંચીને મિટીંગ કરી શકે છે.

લોબોએ વધુમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે પારિકરની તબીયત વધારે ખરાબ થઇ ગઇ હતી. જેના કારણે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમનું કહેવું છે કે, તેઓ સાજા થઇ જશે. ત્રણ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી થશે. આ સીટો ઉપર ઉમેદવારો જાહેર કરવાને લઇને આ બેઠક હતી.

મુખ્યમંત્રી મનોહર પારિકર લાંબા સમયથી બીમાર છે, પરંતુ શનિવારે તેમના નિધનની ઘણી જ અફવાઓ ચાલી હતી. પૈનક્રિયાટિક કેન્સરથી પીડિત 61 વર્ષનાં પારિકરને 31 જાન્યુઆરીનાં રોજ AIIMSમાં દાખલ કર્યા હતા. હાલમાં જ તેમણે 3 માર્ચે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું.