મેરાન્યૂઝ નેટવર્ક, કોચ્ચિ: દુબઇમાં કામ કરતા NRI કૃષ્ણકુમારન નાયરે દાવો કર્યો હતો કે તે કેરળમા માત્ર હત્યા કરવાના હેતુથી આવી રહ્યો છે. મૂળ કેરળના રહેવાસી કૃષ્ણકુમારન નાયરે ફેસબુક પર વીડિયો જાહેર કરી કહ્યું કે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સમર્થક છે અને કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનની હત્યાના હેતુથી હથિયારોને સુરક્ષિત રાખ્યા છે.

કૃષ્ણકુમારન નાયરનું નામનો આ શખ્સ હિંદી અને મલયાલમ ભાષા જાણે છે. તેણે કહ્યું કે પિનરાઇ વિજયનની હત્યા કરી જોઇએ અને તેની પત્ની, પુત્રી પરની  પર તેમની સાથે જ દુષ્કર્મ કરવું જોઈએ. આ વ્યક્તિએ કેરળના મુખ્યમંત્રી પર વંશીય ટીકા પણ કરી.

ફેસબુક વીડિયોમાં એનઆરઆઇ કૃષ્ણકુમાર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો નજરે પૅડે છે. નાયર પોતાની યોજનાને અંજામ આપવા માટે આરએસએસ કાર્યકરોની મદદ પણ લેવાની વાત કરે છે. ત્યાર બાદ નાયરે બીજો વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે માફી માગતો નજરે પડે છે. તેણે પોતાના બીજા વીડિયોમાં કહ્યું કે બે લોકો તેની પાસે આવ્યા અને તેમણે મને કહ્યું કે ‘મેં આ ધમકી આપી ભૂલ કરી છે’. ત્યાર બાદ એમ પણ કહ્યું કે પહેલો વીડિયો બનાવવામાં આવ્યો ત્યારે તે નશામાં હતો.

જો કે ફેસબુક પર પ્રથમ વીડિયો બાદ કૃષ્ણકુમાર નાયરે સમગ્ર પ્રકરણ પર માફી માગી લીધી. માફી માગતા કૃષ્ણકુમાર નાયરે કહ્યું કે માત્ર પિનરાઇ વિજયન જ રાજ્યનું ભલુ કરી શકે છે. ત્યાર બાદ નાયરે પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું’  

કૃષ્ણકુમાર નાયરે આ વીડિયો પોસ્ટ કર્યા બાદ તેને દુબઇની કંપની નોકરીમાંથી બરતરફ કરી દીધો છે. નાયર અબુ ધાબીની ટાર્ગેટ એન્જીનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપનીમાં સિનિયર રિંગિંગ સુપરવાયઝર તરીકે નોકરી કરતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેરળના મુખ્યમંત્રી વિજયનને ગત વર્ષે ધમકી આપવામાં આવી હતી. જેમાં આરએસએસના નેતાએ કહ્યું હતુંકે જે વ્યક્તિ કેરળના મુખ્યમંત્રીની હત્યા કરશે તેને એક કરોડ રૂપિયા ઇનામ આપીશ.