મેરાન્યૂઝ નેટવર્ક.નાઈઝીરિયાઃ નાઈઝીરિયામાં એક વ્યક્તિએ પોતાના પિતાની લાશને લક્ઝૂરિયસ કાર બીએમડબલ્યૂમાં મુકીને દફન કરી છે. બીએમડબ્લ્યૂ કારમાં રાખેલા પિતાના શબને દફનાવવાની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થવા લાગી હતી. મળતી માહિતી મુજબ અનબરા રાજ્યમાં રહેનારા એક પરિવાની આ તસવીર છે. કહેવાય છે કે તે આ યુવક પોતાના પિતાને ઘણો પ્રેમ કરતો હતો અને તેમના મર્યા બાદ તે તેમને ખુબ સારી શ્રદ્ધાંજલી આપવા માગતો હતો. તેથી પિતાના દેહાંત બાદ તેણે અંદાજીત 32 મીલિયન (3.20 કરોડ)ની બીએમડબલ્યૂ કાર ખરીદી અને કારમાં જ પિતાના શબને મુકીને દફનવિધી પૂર્ણ કરી લીધી હતી. આ દ્રશ્યની તસવીરો સોશ્યલ મીડિયામાં ઘણી વારયલ થઈ રહી છે.

નાઈઝીરિયામાં રહેનાર અજુબુકીના પિતા ઈહાલગામાં રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ અજુબુકીએ નક્કી કર્યું કે તે પેતાને એક યાદગાર વિદાય આપશે. ખુબ જ ધનીક એવા અજુબુકએ લક્ઝૂરિયસ કાર બીએમ ડબ્લ્યૂ ખરીદી અને પિતાના શબને તે નવી કારમાં મુકી દીધી અને પછી તેને દફનાવી દીધી હતી. જોકે અજુબુકીએ આ કામની નાઈઝીરિયામાં લોકોએ નિંદા કરી હતી.

સોશ્યલ મીડિયા પર લોકોએ કહ્યું કે અજુબુકીએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર આ રીતે ન કરવા જોઈએ. કેટલાકે કહ્યું કે આ પૈસાની બર્બાદી છે. જો અજુબુકી આટલો ધની છે તો તેના ઉપયોગથી પોતાના પિતાના ગામના વિકાસ માટે કરતા તો કદાચ સારું હતું. ત્યાં કેટલાક લોકોએ તો આ ફિલ્મી સીન સુધી કહી દીધું હતું. બહરહાલ પોતાના પિતાને કરોડોની ગાડી સાથે દફનાવનારા અજુબુકી સોશ્યલ મીડિયા પર છવાયેલા છે. લોકો તેના પિતાના અંતિમ સંસ્કારની તસવીરો પર વિવિધ કોમેન્ટ્સ કરે છે. બીએમડબ્લ્યૂના કારણે તે હાલ છવાયેલા છે, જેમાં તે પેતાને કારમાં બેસાડી દફનાવતા નજર પડે છે.