મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: 'પતિ-પત્ની ઓર વો' ના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આવા સંબંધોને સામાન્ય રીતે અનૈતિક સંબંધોનું નામ આપવામાં આવે છે. આવા એક કિસ્સામાં શહેરના જાગનાથ વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષમાં એક નેપાળી યુવાનને એક પત્ની હોવા છતાં પ્રેમિકાને ઘરે લઈ આવ્યો હતો. જેને પગલે પત્નીએ ભારે હોબાળો મચાવ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો ભારે વાયરલ થયો છે.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પતિ અન્ય યુવતીને ઘરે લઈ આવે છે. જેને લઈને બંને યુવતીઓ સામસામે આવી જાય છે અને બંને વચ્ચે ઝપાઝપી પણ થાય છે. બાદમાં એક યુવતી સાઈડમાં બેસીને રડવા લાગે છે, પણ નેપાળી યુવાન આ યુવતીને જાહેરમાં માર મારીને અન્ય જગ્યાએ લઈ જાય છે. શહેરના પોષ વિસ્તાર ગણાતા જાગનાથની ઘટનાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. આ વીડિયો 4-5 દિવસ જુનો હોવાનું જાણવા મળી રહ્યું છે.