મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: માળિયા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અવારનવાર મારામારી અને બઘડાટીના દ્રશ્યો જાણે કે ઓછા હોય તેમ તાજેતરમાં એક યુવાનને ટ્રેક્ટર સાથે બાંધીને ત્રણ શખ્શોએ ઢોર માર માર્યો હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ જુના આંજિયાસર ગામે રહેતો રફીકભાઇ દોસમામદભાઇ ખોળ (ઉ.વ. ૩૨) તા.૦૨/૧૨/૧૮ ના સાંજના પાંચેક વાગયે નાગાવાળી વિસ્તારમા માછીમારી કરવા ગયેલ હતો. ત્યારે સોકતઅલી અયુબભાઇ મોવર, મકો કરીમભાઇ મોવર તથા અલારખાં હુશેન ભાઇ સધવાણીએ માછીમારીની જાળ પાણીમાથી કાઢી લેવા ધમકી આપી. તેમને આ અમોને પોસાતું નથી તેમ કહેતા રફીકભાઇએ અત્યારે મચ્છી પકડવાનો સમય છે અને જાળ હુ કાઢીશ નહીં તેમ કહેતા આ ત્રણેય જણાએ તું અહીં ડીઝલની ચોરી કરવા આવે છે કહેતા રફીકભાઇએ હુ કોઇ ચોરી કરતો નથી તેમ કહેતા જ ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા. આ ત્રણેય ઉશ્કેરાઈ ગયેલ શખ્સો પૈકી અલારખા હુશેનભાઇએ રફીકભાઇના બન્ને હાથ બાંધી દીધેલ અને ત્રણેય જણા જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને સોકતઅલી અયુબભાઇ તથા મકો કરીમભાઇ જેના હાથમાં લાકડીઓ હતી. 

તે લાકડી વતી વાસામાં તથા બન્ને સાથેળમા પાછળના ભાગે જેમ ફાવે તેમ મારવા લાગેલ અને રફીકભાઇને બહુ જ મારતા ત્યાં પડી ગયેલ હતા અને આ ત્રણેય જતા રહેલ હોય બાદમાં રફીકભાઇના કાકા હસણભાઇ ગુલમામદભાઇ ખોળ આવી ગયેલ અને તેમણે પણ આ ત્રણેય જણા ને કહેલ કે આવી રીતે મરાય નહીં તો તેમને પણ કહેલ કે તુ જતો રહે નહીતર તને છરી પોરવી દેશુ બાદ રફીકભાઇને કોઇ ભાન રહેલ નહીં. માળિયા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.