મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ પટાખામાં અભિનેત્રી મલાઈકા અરોરા એક ખાસ ગીતમાં નજરે પડશે, ‘હૈલો હૈલો’ સોન્ગમાં ગુલજારએ લખ્યું છે અને રેખા ભારદ્વાજએ ગાયું છે. આ ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી છે. ગીત આ અઠવાડિયે ફિલ્માવાયું છે. પટાખા બે બહેનો બડકી અને છુટકીની કહાની છે.

આ એક કોમેડી ફિલ્મ છે. આ જાણીતા લેખક ચરણ સિંહ પથિકની લઘુ વાર્તા પર આધારિત છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મને લઈને મલાઈકાના ચાહકોમાં ઘણો ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે અન્ય ફિલ્મોના આઈટમ સોન્ગની જેમ આ સોન્ગમાં પણ મલાઈકાને જોવા લોકો ઉત્સુક છે. બહેનોની વાર્તા પર આધારિત આ ફિલ્મ એક હાસ્ય (કોમેડી) ફિલ્મ હશે.