મેરાન્યૂઝ નેટવર્ક, ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ સરકાર બનાવવો દાવો કર્યો છે. હવે મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ક્યા પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે તે જોવુ રહ્યું.

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 230 બેઠકોમાંથી કોંગ્રેસને 114, ભાજપને 109, બીએસપીને 2, સમાજવાદી પાર્ટીને 1 તથા અપક્ષને 4 બેઠક મળી છે. સરકાર બનાવવા માટે 116 બેઠકની જરૂર છે. આમ કોંગ્રેસને મધ્યપ્રદેશમાં સત્તા હાંસલ કરવા 2  ધારાસભ્યોની જ્યારે ભાજપે સત્તા જાળવી રાખવા સાત ધારાસભ્યોની છે. ભાજપ માટે તમામ સાત ધારાસભ્યોનું સમર્થન મેળવવું મુશ્કેલ છે કારણ કે બસપા અને સપા કોંગ્રેસ તરફથી જાય તેવી શક્યતા છે. જો કે ભાજપ તડજોડના રાજકારણમાં અવલ્લ છે. જેથી હવે બંને પક્ષ દાવો પ્રસ્તુત કરે ત્યારે કોને પહેલો મોકો આપવો તેનો નિર્ણય રાજ્યપાલ આનંદીબેન પટેલના હાથમાં છે. જેમ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું અને ત્યાર બાદ બી.એસ. યેદીયુરપ્પાને વિધાનસભામાં બહુમત સાબિત ન કરી શક્યા. પરંતુ એક વખત સરકાર તો બનાવી જ દીધી. હવે જોવું રહ્યું કે આનંદીબેન પટેલ પણ નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીકના રહ્યા છે ત્યારે હવે મધ્ય પ્રદેશમાં કર્ણાટકની જેમ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે કે પછી કોંગ્રેસને. આમ હવે આગામી થોડા દિવસ માટે મધ્ય પ્રદેશની સરકારમાં આનંદીબેન મહત્વપૂર્ણ ભૂમિકામાં રહેવાના છે.