મેરાન્યૂઝ નેટવર્ક.ભોપાલ: મધ્યપ્રદેશના ૧૫ વર્ષના શાસન બાદ ફરી સત્તામાં ફરેલી કોંગ્રેસે પહેલા જ પ્રજાલક્ષી કામમાં આજે ખેડૂતોના દેવાની જાહેરાત કરી દીધી છે. આજે મધ્યપ્રદેશ રાજ્યના 18 મા મુખ્યમંત્રી તરીકે શપથ વિધિ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સહીત અન્ય રાજકીય નેતાઓની હાજરીમાં કમલનાથે શપથ લીધા હતા અને તેનામાં થોડા જ કલાકોમાં ખેડૂતોના દેવા માફીની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.

મુખ્યમંત્રી કમલ નાથના દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયમાં 2 લાખ સુધીની મર્યાદામાં આવતા ગરીબ, સીમાંત અને મધ્યમ વર્ગીય ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવશે. 

ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા વચન આપવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના લોકોએ કોંગ્રેસને મત આપ્યો હોય, અને સત્તામાં આવવાના 10 દિવસની અંદર ખેડૂતોની લોન માફીને અમલમાં મુકવાના વચનને રાજ્યમાં પાલન કરવામાં આવશે અને તે પ્રમાણે રાજ્યમાં કાયદેસર આદેશ કરી દેવામાં આવ્યો છે.

ખેડૂતોની 2 લાખ સુધીની લોનની માફી આપવાના મુદ્દે કલમનાથ દ્વારા ફાઇલ પર હસ્તાક્ષર કર્યા પછી, ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ વિભાગના મુખ્ય સચિવ રાજેશ રાજેરા દ્વારા ખેડૂતોની કૃષિ લોન માફીનો આદેશ આપવામાં આવ્યો છે.

આ આદેશ મુજબ મધ્યપ્રદેશ સરકારે રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો પાસેથી માર્ચ 31, 2018 સુધી 2 લાખની મર્યાદા સુધી લાયક ખેડૂતોના ટૂંકા ગાળાના પાક ધિરાણનો નિર્ણય લીધો છે.

શપથવિધિ કાર્યક્રમમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહીત ફારુક અબ્દુલ્લા, NCP અધ્યક્ષ વડા શરદ પવાર, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાજર રહ્યા હતા અને આ સાથે આવનાર ૨૦૧૯ની ચૂંટણી માટે વિપક્ષનો પરચો બતાવવા માટે, NCPના પ્રમુખ શરદ પવાર, DMKના વડા એમ કે સ્ટાલિન, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ, NC પ્રમુખ ફારૂક અબ્દુલ્લા, કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. એચ. કુમારસ્વામી, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય લોકો ભોપાલમાં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાનની શપથવિધિમાં હાજર રહ્યા હતા. જો કે માયાવતી અને અખિલેશ યાદવ સહીત મમતા બેનર્જીની સૂચક ગેરહાજરી પણ જોવા મળી હતી.