મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ યુપીની રાજધાની લખનઉના રતન સ્ક્વાયર સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રમાં બુધવારે એક મહિલાએ પાસપોર્ટ અધીક્ષક પર ધર્મના નામે અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે આ મામલાને લઈને પ્રધાનમંત્રી કાર્યાલય અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ ટ્વીટ કર્યું છે. બીજી તરફ, રીજનલ પાસપોર્ટ અધિકારી પીયુષ વર્માએ આવેદન પ્રક્રિયા પુરી કરવામાં અંડરટેકિંગ માગવા ઉપરાંત અધિક્ષક સાથે બોલાચાલી થવાની વાત કરી છે. આ મામલામાં આરોપી પાસપોર્ટ અધિક્ષક વિકાસ મિશ્રની ટ્રાન્સફર કરી દેવાઈ છે.

રાજધાની નિવાસી તન્વી સેઠએ વર્ષ 2007માં અનસ સિદ્દીકીએ લગ્ન કર્યા હતા. તેમની છ વર્ષની દીકરી પણ છે. તન્વીનો દાવો છે કે બુધવારે તે ત્રણેય પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ બનાવડાવા ગયા હતા. શરૂઆતના બે કાઉન્ટર્સ (એ અને બી) પર અરજીની પ્રક્રિયા પુરી થઈ ગઈ, પણ જ્યારે તે ત્રીજા કાઉન્ટર પર પાસપોર્ટ અધિક્ષક વિકાસ મિશ્ર પાસે ગઈ ત્યારે તો તે તેમના ધર્મને લઈને તેમને અપમાનીત કરવા લાગ્યા હતા.

તન્વીએ આરોપ લગાવ્યો કે ત્યાં હાજર કેટલાક કર્મચારી પણ તેમની ખીલ્લી ઉડાવવા લાગ્યા હતા. જ્યારે તે કાઉન્ટર સી-5 પર પહોંચી તો પરિસ્થિતિ વધુ બગડી ગઈ. વિકાસ મિશ્રએ દસ્તાવેદ જોયા બાદ મુસલમાન સાથે લગ્ન કરવા અંગે સવાલ જવાબ શરૂ કરી દીધા. દરમિયાન તેમના પતિ અનસ સિદ્દીકી પણ તેમની પાસે પહોંચી ગયા.

આરોપ છે કે વિકાસએ અપમાનિત કરતા બંનેને એક જ સરનેમ કરવાની સલાહ આપી દીધી. તન્વી અને અનસએ તેનો વિરોધ કર્યો. નોઈડામાં બહુરાષ્ટ્રીય કંપનીમાં કોમ્પ્યુટર એન્જિન્યરિંગ અનસએ અધિક્ષકની કાર્યપ્રણાલી પર નારાજગી દર્શાવી. બાદમાં એપીઓ વિજય દ્વિવેદીએ વિભાગ અને તેની માફી માગતા તેમને લેખિતમાં ફરિયાદ માગી. અધિક્ષકના વર્તનથી તન્વીએ કહ્યું કે તેમણે પુરા પ્રકરણમાં લઈને પીએમઓ અને વિદેશ મંત્રીને જણાવ્યું હતું.

રીઝનલ પાસપોર્ટ ઓફિસર પીયુષ વર્માનું કેહવું છે કે, તેમને આ બાબતની વધુ જાણકારી નથી. હિન્દુ પત્ની તથા મુસ્લિમ પતિના અત્યાર સુધી ઘણા પાસપોર્ટ બની ચુક્યા છે. પાસપોર્ટમાં પતિ-પત્નીના અલગ ધર્મ હોવાને કારણે કોઈ લેવા-દેવા નથી. પણ પતિ તથા પત્નીની સરનેમ અલગ હોવાને કારણે નિયમ અનુસાર અરજીકરનારે સાદા કાગળ પર લેખિતમાં જાહેરાત કરવાની હોય છે, જેમાં તેમના લગ્ન તથા સરનેમનો ઉલ્લેખ કરવાનો હોય છે. હું ગુરારે પુરા કેસની તપાસ કરાવીશ જો કોઈ દોષિત જણાશે તો તેના પર સખ્ત કર્યવાહી કરવામાં આવશે.