મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: કોરિયન ફૂડ અને બ્રેવરેજ કંપની લોત્તે કન્ફેક્શનરિ (LOTTE Confectionery) એ ગુજરાત બેઝ હેવમોર આઇસક્રિમ ક્રંપની લિમિટેડ (HIL)ને રૂ. 1020 કરોડના ખરીદી લીધી છે.

લોત્તે કન્ફેક્શનરિએ બોર્ડ બોર્ડ ડિરેક્ટર્સની મિટિંગમાં આજે નિર્ણય કર્યો હતો કે તે હેવમોરના સો ટકા શેર ખરીદી લેશે. આ સોદા અંગે હેવમોરના ચેરમેન પ્રદીપ ચોનાએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે હેવમોર આઇસક્રિમ 73 વર્ષ જૂની બ્રાંડ છે. આ બ્રાંડ વેચવાનો નિર્ણય અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતો પરંતુ હવે કોરિયન કંપની લોત્તે કન્ફેક્શનરિ તેને આગળના લેવલ સુધી લઇ જશે.

હેવમોરના ચેરમેન પ્રદીપ ચોનાએ જણાવ્યુ હતું કે હવેમોર તેની રેસ્ટોરન્ટ, ફૂડ ચેઇન, કેફે જાતે જ સંચાલન કરશે.