મેરાન્યૂઝ નેટવર્ક,મોરબી: માળિયા (મિયાણા) નજીક ગત મોડીરાત્રે એક ટ્રક ચાલકને લૂંટના ઈરાદાથી રોકી માર મારવામાં આવ્યા હતો. લૂંટારાઓ ૧૫,૦૦૦ જેટલી રોકડ રકમની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. પરંતુ વધુ પડતા મરના કારણે ટ્રક ચાલકનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

ઉતરપ્રદેશ ઢણાસોલી ગામે રહેતો અને ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરતો સુખારામ રામમીલન વાલ ગઈકાલે જામનગરથી પોતાના ટ્રક (જીજે-૧૦-tv-૭૦૬૨)માં અજમો ભરીને ઊંઝા જઈ રહ્યો હતો.ત્યારે વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ કચ્છ-હળવદ હાઇવે પર વાઘરવા ગામ નજીક ૭ જેટલા શખ્સોએ ટ્રકને આંતર્યો હતો અને લૂંટ કરવા માટે ટ્રક ડ્રાઈવર માર માર્યો હતો. લુટારુઓ ટ્રક ડ્રાઈવર પાસે રહેલા રોકડ રૂપિયા ૧૫૦૦૦ તથા એક મોબાઈલની લૂંટ ચલાવીને અંધારામાં નાસી છૂટ્યા હતા.તો બીજી તરફ મારના કારણે ગંભીર ઈજાઓ પામેલા ડ્રાઈવર સુખારમનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતા માળિયા (મિયાણા) પોલીસ ઉપરાંત એલસીબી પણ દોડી ગઈ હતી.અને નાકાબંધી કરી હતી.પરંતુ લુટારુઓ હાથમાં આવ્યા નથી.ઉલ્લખ્યજાય છે કે કચ્છ-હળવદ હાઇવે પર માળિયા(મિયાણા) આસપાસ વર્ષોથી ટ્રક ડ્રાઈવરને લૂંટવામાં આવતા હતા.પરંતુ છેલ્લા થોડા સમયથી આ પ્રકારની લૂંટ બંધ હતી .ત્યારે ફરીથી અગાઉની લૂંટના આરોપીઓએ જ આ લૂંટ કરી છે કે અન્ય કોઈ ગેંગ સક્રિય બની છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.