લંડન: બ્રિટનનાં લંડનમાં પારસન્સ સ્ટેશન પર મેટ્રો ટ્રેનમાં આજે સવારે 8 વાગ્યેને 20 મિનિટે આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટ ટ્રેનમાં એક ડોલમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં લગભગ 20 યાત્રીઓ ઘાયલ થયા છે. મોટા ભાગના મુસાફરોને ચહેરા પર ઇજાઓ થઇ છે.

બ્લાસ્ટના કારણે મુસાફરોમાં દોડધામ મચી હતી. બ્રિટનના વડાપ્રધાન ટરીજા મે સમગ્ર ઘટનાની પળે પળની વિગતો મેળવી રહ્યાં છે અને આ અંગે એક ઇમરજન્સી મિટિંગ બોલાવી છે. બોમ્બ બ્લાસ્ટને પગલે મેટ્રો સેવા રોકી દેવામાં આવી છે અને પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસ શરુ કરી છે.