મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા લોકસભાની બેઠક લઈને પ્રદેશ ભાજપના નિયુક્ત ત્રણ નિરીક્ષકો પ્રદીપસિંહ વાઘેલા, મોતીભાઈ વસાવા અને નૌકાબેન પ્રજાપતિએ અરવલ્લી જીલ્લાના બીજેપી કાર્યાલય મોડાસા ખાતે લોકસભા બેઠક માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથધરી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ સાબરકાંઠા બેઠક માટે અરવલ્લી જીલ્લામાંથી નહિ પરંતુ સાબરકાંઠા જીલ્લામાંથી ક્ષત્રિય-ઠાકોર સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવાનું મન મનાવી લીધું છે અરવલ્લી જીલ્લામાં ભાજપની ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લોકસભામાં ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં અન્યાયની લાગણી ના અનુભવે તેમાટે દેખાવપૂર્તિ હાથધરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા મેદાનમાં ઉતારવાની તૈયારીઓ આદરી હોવાની સંભાવના દેખાઈ રહી હોવાની ચર્ચાથી બંને જીલ્લાના ભાજપના અગ્રણીઓ  અને કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ક્ષત્રિય-ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ હોવાથી ભાજપ-કોંગ્રેસ પક્ષ બેઠક જીતવા માટે ક્ષત્રિય-ઠાકોર ઉમેદવાર પર પસંદગી ઉતારશે ભાજપ પાસે રહેલી આ બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવશે બીજીબાજુ કોંગ્રેસ આ બેઠક આંચકી લેવા લોકપ્રિય ચહેરાની શોધ ચલાવી રહી છે જેમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહીત અનેક આગેવાનોના નામની ચર્ચા સાથે ગુપ્ત રહે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને પરાજિત કરી શકે તેવા સક્ષમ ઉમેદવારની શોધ હાથધરી હતી.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ૬ લાખ ક્ષત્રિય ઠાકોર મતદારનું પ્રભુત્વ સાથે, એસટી મતદારો ૩.૫ લાખ અને એસી મતદારો ૧.૫ લાખ તથા મુસ્લિમ મતદારો ૧.૫ લાખ મતદારો હોવાથી કોંગ્રેસ તેની મતદારોમાંથી ગુમાવેલી શાખ અને વિશ્વાસ પરત મેળવવા મથામણ માં લાગી છે બે ટર્મ થી ભાજપ હસ્તક સાબરકાંઠા બેઠક જાળવવા મરણીયા પ્રયાસ કરશે.