મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બે સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. પાર્ટી તરફથી રવિવારે કરવામાં આવેલી જાહેરાતમાં કહેવાયું કે, તેઓએ કેરળના કાર્યકર્તાઓની સતત માગને જોતા અમેઠીની સાથે સાથે વાયનાડથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા એકે એન્ટનીએ કહ્યું કે, કોંગ્રેસમાં લાંબા સમયથી માગ ઊઠી રહી હતી કે રાહુલ દક્ષિણની કોઈ એક બેઠક પરથી ચૂંટણી લડે. કોંગ્રેસ અધ્યક્ષે અમારી માગ સ્વીકારી લીધી છે. વાયનાડ સીટ કર્ણાટક, તમિલનાડુ અને કેરળનું ટ્રાઈ જંકશન છે.

આ સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ પણ ગુજરાતના ભરૂચ ખાતેથી ઉમેદવારી નોંદાવે તેવી શક્યતાઓ દર્શાવાઈ છે અને વાત એવી પણ મળી રહી છે કે કોંગ્રેસનું માનવું છે કે જો અહેમદ પટેલ અહીંથી ચૂંટણી લડશે તો તેમને ગુજરાતમાં તેનો ફાયદો થશે.