મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લોકસભા ચંટણીઓ પહેલા ચરણનું મતદાન 11 એપ્રિલે શરૂ થશે પરંતુ કેટલાક સ્થાનો પર મતદાન શરૂ પણ થઈ ગયું છે પણ આ વાત જાણી ચોંકી ન જતાં. 2019ની લોકસભા ચૂંટણી માટે પહેલો વોટ આપી દેવામાં આવ્યો છે. શુક્રવારે ભારતીય તિબ્બત સીમા પોલીસ (આઈટીડીપી)ના 80 જવાનોએ અરૂણાચલ પ્રદેશના લોહિતપુરમાં એનિમલ ટ્રેનિંગ સ્કૂલમાં પોસ્ટલ બેલેટ દ્વારા વોટ આપ્યો છે. આઈટીબીપીના પ્રવક્તાઓએ કહ્યું કે ડીઆઈજી સુધાકર નટરાજને જવાનોમાં સૌથી પહેલો વોટ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે બેલેટને સંબંધિત લોકસભા વિસ્તારમાં મોકલવામાં આવશે જ્યાં 23 મેએ મતગણતરીના દિવસે તેની પણ ગણતરી કરવામાં આવશે. અરૂણાચરલ પ્રદેશના અવાવરુ વિસ્તારોમાં સ્થિત આઈટીબીપીની બીજી યુનિટોમાં પણ જવાનો પોસ્ટલ બેલેટથી વોટ નાખશે. ઉલ્લેખનીય છે કે પોતના લોકસભા વિસ્તારથી બહાર તૈનાત, સેના, પોલીસ અને રાજ્ય પોલીસના જવાનોને સર્વિસ વોટર્સ કહેવાય છે. તે ઉપરાંત રાજનાયક અને અન્ય સપોર્ટ સ્ટાફને પણ સર્વિસ વોટર કહેવાય છે.

તે ઉપરાંત મતદાન કર્મચારી અને ત્રિપુરામાં બે ચરણોમાં થનારી લોકસભા ચૂંટણીઓ માટે તૈનાત કરાયેલા જવાનો પણ આજે અને 12 એપ્રિલે વોટ આપશે. સર્વિસ વોટર્સ માટે પશ્ચિમ ત્રિપુરા લોકસભા ક્ષેત્રમાં 8 એપ્રિલ અને પૂર્વી ત્રિપુરા વિસ્તારમાં 12 એપ્રિલે થનારા પોસ્ટલ બેલેટ મતદાનને લઈને અંદાજીત 7000 બેલેટ પેપર્સનો ઉપયોગ થશે.