મેરાન્યૂઝ નેટવર્ક. બોકાખાટઃ આસામમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી રેલી સંબોધી હતી. દરમિયાન તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેદ્ર મોદી પર શબ્દબાણ ચલાવ્યા હતા. તેમણે કહ્યું કે, યોજનાના નાણાં તે જ ચોરોના ખિસ્સામાંથી આવશે જેમને મોદીજી બચાવી રહ્યા છે.

આસામના બોકાખાટ ખાતે રાહુલ ગાંધીએ ચૂંટણી રેલી સંબોધતા કહ્યું કે, એક તરફ દરેક બેન્ક એકાઉન્ટમાં રૂ. 15 લાખ એ રુપિયાવાળા ચૌકીદારનું જુઠ્ઠું, બીજી તરફ કોંગ્રેસ પાર્ટીનું સત્ય કે હિન્દુસ્તાનના 20 ટકા સૌથી ગરીબ લોકોને કોંગ્રેસ પાર્ટી પાંચ વર્ષ 3.60 લાખ ગેરન્ટી કરીને બેન્ક એકાઉન્ટમાં જમા કરાવશે.

રાહુલ ગાંધીએ આસામને વિશેષ રાજ્ય ગણાવતાં કહ્યું કે, અમે આસામને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો, પરંતુ બીજેપીએ તેને પરત છીનવી લીધો. જો અમે ફરી સત્તામાં આવીશું તો આસામને ફરી એક વાર વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો આપીશું.