મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અભિનયની ચાંદની એવી બોલીવુડ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી સહુ કોઈને આંચકો લાગ્યો છે અને સહુ કોઈ જાણવા માગે છે કે આખરે આ થયું કેવી રીતે? જ્યારે બોની કપુરે શ્રીદેવીને બાથરૂમમાં જોઈ તો તે બાથ ટબમાં બેસુદ અવસ્થામાં પડી હતી. દુબઈના ખલીઝ ટાઈમ્સે ભારતીય દૂતાવાસવના હવાલાથી દર્શાવ્યું છે.

ખલીઝ ટાઈમ્સનું માનીએ તો બોની કપૂર મુંબઈ આવવા માટે દુબઈથી નીકળી ચુક્યા હતા, પણ બાદમાં પોતાની પત્નીને સરપ્રાઈઝ આપવા શનિવારે સાંજે તે પાછા આવી ગયા હતા. કહેવા છે કે તે સાંજે 5.30 વાગે શ્રીદેવીને જગાડી અને અંદાજીત 15 મીનિટ સુધી બંનેએ વાત કરી.

વાતચિત બાદ બોનીએ ડિનર માટે પુછ્યું જે પછી શ્રીદેવી તૈયાર થવા વોશરૂમમાં ગઈ જ્યારે તેને પાછા આવતા વધુ સમય લાગ્યો ત્યારે બોનીએ દરવાજો ખટખટાવ્યો અને પછી પણ દરવાજો ન ખુલતાં બોનીએ ધક્કો મારીને દરવાજો ખોલ્યો.

જે પછી બોનીએ જોયું કે, ‘શ્રીદેવી બાથટબમાં બેસુદ પડી છે, તેના શરીરમાં કોઈ હલન ચલન થઈ રહ્યું નથી’  બોનીએ શ્રીદેવીને ભાનમાં લાવવાના પ્રયત્નો કર્યા પણ કોઈ ફાયદો થયો નહીં. જે પછી બોનીએ પોતાના મિત્રને ફોન કર્યો. રાત્રે અંદાજીત 9 કલાકે પોલીસને આ અંગે સૂચના અપાઈ હતી.

જે પછી પોલીસ અને મેડિકલ સહાયક સ્થળ પર પહોંચ્યા પણ ત્યાં સુધી શ્રીદેવીએ દૂનિયા છોડી દીધી હતી. જે પછી બોડીને ફોરેન્સિક મેડિસિન તપાસ માટે જનરલ ડિપાર્ટમેન્ટમાં લઈ જવાઈ હતી. કહેવાય છે કે, પોસ્ટમોર્ટ્મની પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે અને સોમવારે બપોર પછી શ્રીદેવીનો મૃતદેહ મુંબઈ પહોંચશે.